15 C
Ahmedabad
Sunday, January 23, 2022

સેના નું વિમાન ક્રેશ થવાની ઘટના માં બીપીન રાવત ના પત્ની નું કરૂણ મોત,બીપીન રાવત ગંભીર : સરકારે આપ્યા તપાસ ના આદેશ

Must read

તામિલનાડુના કુન્નુરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમની પત્ની અને અધિકારીઓને લઈ જતું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં બીપીન રાવત ના પત્ની મઘુલિતાનું કરૂણ મોત થયું છે, જ્યારે બિપિન રાવત ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ વિશે વડાપ્રધાન મોદીને જાણ કરી છે. રાજનાથ સિંહ આ વિશે ટૂંક સમયમાં ગૃહમાં પણ નિવેદન આપશે. હેલિકોપ્ટર ક્રેશ થયા પછી દિલ્હીમાં એક ઈમર્જન્સી કેબિનેટ બેઠક પણ બોલાવવામાં આવી છે અને સરકારે તપાસ ના આદેશ આપ્યા છે.
રક્ષામંત્રી સંસદગૃહમાં નિવેદન આપ્યા પછી બિપિન રાવતની ખબર જોવા હોસ્પિટલ જવા રવાના થશે. આ હેલિકોપ્ટરમાં 14 વ્યક્તિઓ સવાર હતા તે પૈકી 5 ના મોત થઈ ગયા છે.
નોંધનીય છેકે જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યા હતા અને ત્યારબાદ તેઓ તા. 1 જાન્યુઆરી 2020ના રોજથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી સંભાળી રહયા છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article