24 C
Ahmedabad

સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટ ગબડ્યો સપ્તાહના અંતિમ દિને બજાર કડડભૂસ : ભારે વેચવાલી વેચવાલીના પગલે તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાયો.

Must read

Dipal
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.
વૈશ્વિક બજારમાં જોવા મળેલ ભારે ઘટાડાના પગલે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી હતી. જેના કારણે સતત બીજા દિવસે માર્કેટ ઘટીને બંધ રહ્યુ હતું. સેન્સેક્સ આજે ૩૨૯ .૨૬ પોઈન્ટ એટલે કે ૧.૨૪ ટકા ઘટીને ૨૬,૨૩૦.૬૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૦૬.૧૦ પોઈન્ટ એટલે કે ૧.૩૦ ટકા ઘટીને ૮૦૮૬.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ પણ ૩ ટકા ગબડયા હતા. આજે તમામ સેક્ટરમાં ભારે વેચવાલીના પગલે ઘટાડો જોવા મળ્યો હતો.

સૌથી વધુ ઘટાડો મીડિયા ઈન્ડેક્સમાં ૩ ટકાનો નોંધાયો હતો. જ્યારે રિયલ્ટીમાં ૧.૭૨ ટકા, એફએમસીજીમાં ૧.૬૫ ટકા, ઓટોમાં ૧.૬૩ ટકા, ઈન્ફ્રા, આઈટી, મેટલ અને બેકિંગ શેરોમાં પણ ૧ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ફાર્મામાં ૦.૭૨ ટકા અને એનર્જીમાં ૦.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કન્ઝ્યુમર ડયુરેબલ્સમાં ૨.૩૨ ટકા, ઓઈલ એન્ડ ગેસમાં ૧.૩૦ ટકા, આઈટીમાં ૧.૨૭ ટકા, ટેકમાં ૧.૩૩ ટકા અને પાવરમાં ૦.૪૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સમાં આજે ૩૦માંથી ૨૬ શેર અને નિફ્ટીમાં ૫૦માંથી ૪૦ શેર ઘટીને બંધ રહ્યા હતા. સૌથી વધુ ગગડેલા શેરોમાં અદાણી પોર્ટ ૩.૬૪ ટકા, મારુતિ ૩.૫૬ ટકા, તાતા મોટર્સ ૩.૫ ટકા, બીપીસીએલ ૩.૪૩ ટકા, ઝી એન્ટરપ્રાઇઝ ૩.૨૧ ટકા, એશિયન પેઇન્ટ્સ ૩.૧૩ ટકા, એચડીએફસી ૨.૩૬ ટકાનો સમાવેશ થાય છે. ઉપરાંત આઈપીસીમાં ૨.૩ ટકા, એલએન્ડટીમાં ૨.૨ ટકા, ટીસીએસમાં ૧.૮૩ ટકા, એક્સીસ બેંકમાં ૧.૨૭ ટકા, ઈન્ફોસીસમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_img

Latest article