મુંબઇ: ડાયરેક્ટર કરણ જોહર જલ્દી જ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનને લોન્ચ કરવાનો પ્લાન કરી રહ્યો છે. ચર્ચા છે કે, સારા પોતાની પહેલી ડેબ્યુ ફિલ્મ ઋત્વિક રોશન સાથે કામ કરવાની હતી, પરંતુ હવે નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સારા, શાહરૂખ ખાનનાં પુત્ર આર્યન ખાન સાથે પોતાની પહેલી ફિલ્મ કરશે. જેના માટે તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે. સારા-આર્યન સાથે હવે જલ્દી જ બોલીવુડને ફ્રેશ જોડી મળશે.
મળતી માહિતી અનુસાર બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે કરણ જોહરે સારાને થોડો સમય રાહ જોવા માટે કહ્યું હતું. કારણ કે, કરણે કહ્યું હતું કે, તે સારા માટે ઘણું મોટું વિચારી કહ્યો છે. કદાચ આ મોટો પ્લાન સારાને શાહરૂખનાં પુત્ર આર્યનનાં ઓપોઝીટ કાસ્ટ કરવાનો પણ હોઈ શકે છે. આ પ્લાન ત્યારે કમ્પ્લીટ થશે જ્યારે આર્યન લોસ એન્જેલસથી પોતાનો અભ્યાસ પૂરો કરીને પરત આવશે.
ચર્ચા છે કે, આર્યન ખાને બોલીવુડ ડેબ્યૂ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ગુરૂવારે આર્યને અચાનક પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ડીલીટ કરી દીધું છે. જેનાથી ખબરો વધારે સ્પષ્ટ થઇ છે કે, આર્યન હવે સંપૂર્ણ રીતે માત્ર પોતાના કરિયર પર ધ્યાન આપવા માંગે છે.
શાહરૂખે કેટલાક દિવસો પહેલાં કહ્યું હતું કે, ‘હું આર્યનને ઘણી બધી ફિલ્મો બતાવું છુ. કારણ કે, તે જલ્દી જ ફિલ્મ સ્કૂલમાં જવાનો છે. મે ઘણી બધી ઈંગ્લીશ અને હિન્દી ફિલ્મોનું કલેક્શન પણ કર્યું છે. હું તે ફિલ્મો તેણે બતાવવા માંગું છુ જેમાં મારી પણ ઘણી ફિલ્મો હશે.’
તો બીજી તરફ ચર્ચાઓ છે કે, સારા પણ બોલીવુડ ડેબ્યૂ માટે એક્ટિંગ ક્લાસ લઇ રહી છે. તેમની માતા અમૃતાએ પણ કહ્યું હતું કે, સારા એક્ટિંગ શીખ્યા બાદ જ ફિલ્મોમાં ડેબ્યૂ કરશે.