સોનાએ ફરી રેકોર્ડ બનાવ્યું: 10 ગ્રામની કિંમતમાં મોટો ફેરફાર, ચેક કરી લો આજનો ભાવ

0
37

Gold Price 17th March: દોઢ મહિના પહેલાં 58 હજાર 900 રૂપિયાની નજીક પહોંચેલું સોનું ફરી ઝડપથી રેકોર્ડ બનાવી રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું 56 હજાર 200ના રેકોર્ડને સ્પર્શ્યું હતું. ફેબ્રુઆરી પછી સોનું ઘટીને 55 હજાર પર આવી ગયું હતું. પરંતુ હવે પાછલા કેટલાક દિવસોથી ફરી આમાં વધારો થવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

2 ફેબ્રુઆરી 2023ના રોજ ચાંદી પણ 71 હજાર 500 રૂપિયાના લેવલ પર પહોંચી હતી. બાદમાં તે 10 હજાર રૂપિયા ઘટીને 61 હજાર 500 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો હતો. પરંતુ હવે ફરીથી બંને કીમતી ધાતુઓમાં તેજીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

નિષ્ણાતોએ તાજેતરના દિવસોમાં આશા વ્યક્ત કરી હતી કે, આ દિવાળીમાં સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થશે. સોનાની કિંમત 65 હજાર રૂપિયા અને ચાંદીની કિંમત 80 હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચવાની ધારણા હતી. વિશ્વ બજારમાં મંદી વચ્ચે સોના-ચાંદી બંનેમાં ઉતાર-ચઢાવનો સમય છે.

શુક્રવારે, મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં વધારો જોવા મળ્યો હતો. સોનું 246 રૂપિયાના ઉછાળા સાથે 58 હજાર 252 રૂપિયા અને ચાંદી 723 રૂપિયાના ઉછાળા સાથે 67 હજાર 254 રૂપિયા પર કારોબાર કરી રહી છે.

ગુરુવારે મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ પર સોનું 58 હજાર 006 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 66 હજાર 531 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. એક દિવસ અગાઉ પણ બંને કીમતી ધાતુઓમાં ઉછાળો જોવા મળ્યો હતો.

શુક્રવારે બુલિયન માર્કેટમાં નરમાઈ જોવા મળી હતી. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જારી કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનું 182 રૂપિયા ઘટીને 58 હજાર 159 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 374 રૂપિયા ઘટીને 66 હજાર 937 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી હતી.

ઓલટાઈમ હાઈની નજીક સાનું

આજના ઉછાળા બાદ સોનું તેની ઓલ ટાઈમ હાઈની નજીક પહોંચી ગયું છે. ગયા મહિને 2 ફેબ્રુઆરીએ સોનું ઓલટાઈમ હાઈ પર હતું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, ત્યારે સોનું 58 હજાર 882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું.