સોનામાં રેકોર્ડ તેજી, અત્યારે ખરીદનારાઓ ફાયદામાં રહેશે! ચેક કરી લો 10 ગ્રામનો ભાવ

0
45

Gold Price 16th March: છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવનાર સોના અને ચાંદીએ આ મહિનાના અંતમાં જબરદસ્ત ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર બંને કીમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સોનું 58,500 રૂપિયા અને ચાંદી 71,000 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. પરંતુ તેના પછી સોનું 3000 રૂપિયાથી વધુ અને ચાંદીમાં 8000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસનો ઘટાડો થયો હતો. હવે ફરી એકવાર બંને કીમતી ધાતુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

65,000 સુધી પહોંચવાનો અંદાજ

નિષ્ણાતોના અંદાજ મુજબ આ દિવાળી સુધીમાં સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળશે. નિષ્ણાતે સોનાની કિંમત 65,000 રૂપિયા અને ચાંદીની કિંમત 80,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાની આગાહી કરી છે. તાજેતરમાં 58 હજાર 500 રૂપિયાના હાઈ લેવલ સુધી પહોંચેલું સોનું ફરી ઊંચકાયું છે અને 58 હજાર રૂપિયાની આસપાસ આગળ વધી રહ્યું છે. ચાંદીમાં પણ તેજી જોવા મળી છે અને તે 67 હજારની નજીક પહોંચી ગઈ છે. વિશ્વ બજારમાં મંદી વચ્ચે સોના-ચાંદી બંનેમાં ઉતાર-ચઢાવનો સમય છે.

MCX પર ઘટાડો જોવા મળ્યો

ગુરુવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગત દિવસોમાં 58 હજાર રૂપિયાને પાર કરી ગયેલું સોનું ગુરુવારે 361 રૂપિયાના ઘટાડા સાથે 57 હજાર 975 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. ગત દિવસોમાં ચાંદી 71 હજારને પાર કરી ગઈ હતી. ગુરુવારે તે 598 રૂપિયા ઘટીને 66 હજાર 701 રૂપિયા પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પહેલા બુધવારે સોનું 58 હજાર 336 રૂપિયા અને ચાંદી 67 હજાર 299 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

બુલિયન માર્કેટમાં ચાંદી તૂટી, સોનું વધ્યું

ગુરુવારે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સોનામાં ઉછાળો અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જારી કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનું 223 રૂપિયા વધીને 58 હજાર 115 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. તે જ સમયે, ચાંદી 361 રૂપિયા ઘટીને 66 હજાર 500 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.