સોનામાં રોકાણ કરી લાખ્ખોમાં કમાઈ રહયા છે રોકાણકારો,10 ગ્રામમાં સીધા 1300 વધ્યા! સોનુ હવે મધ્યમ વર્ગ માટે ખરીદવું અશક્ય બન્યું!

0
37

શેર બજારમાં સોનું રોકાણકારો માટે  ઉત્તમ માધ્યમ બની રહ્યું છે અને સતત ભાવો સતત વધી રહયા હોય રોકાણકારો ખુશ થઈ ગયા છે.

જે લોકો સોનામાં રોકાણ કરી રહયા છે તેઓ માટે સોનુ સૌથી વધુ વળતર આપતું સલામત રોકાણ બની રહ્યું છે કારણકે અન્ય માધ્યમો જેવાકે ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટ કરતા સોનામાં સૌથી વધુ અને સલામત રિટર્ન રોકાણકારોને મળી રહ્યું છે. સોનામાં સાડા છ વર્ષમાં બમણું રિટર્ન છુટ્યું છે. વર્ષ 2017ના સરેરાશ 30500 સામે બમણા ભાવ થઇ ચૂક્યા છે. ગુજરાતીઓના મતે શેર અને સોનું રોકાણના ઉત્તમ માધ્યમ છે. રિસ્ક સાથે રિટર્ન મેળવવું હોય તો શેરબજારમાં રોકાણકારો ઝંપલાવે છે અને સલામતી માટે સોનાને પ્રાધાન્ય આપે છે

સોનામાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને હવે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સોનુ ખરીદવું લગભગ અશક્ય થઈ પડ્યું છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઝડપી 50 ડોલર ઉછળી 2000 ડોલર નજીક 1990 ડોલર પહોંચ્યું છે જ્યારે ભારતીય સ્થાનિક બજારમાં અમદાવાદ ખાતે સોનું શનિવારે પ્રતિ 10 ગ્રામ 1300ના વધારા સાથે રૂ.61300ની નવી ઊંચી સપાટી પહોંચ્યું છે જ્યારે ચાંદી 1500 ઉછળી રૂ.69000 બોલાઇ હતી.

સવા વર્ષમાં શેરબજારમાં રિટર્નની વાત કરવામાં આવે તો સોનામાં 23 ટકા અને ચાંદીમાં 10 ટકા પોઝિટીવ રિટર્ન છુટ્યું છે જે બેન્ક એફડી કરતા સરેરાશ ત્રણ ગણું વધારે છે. બીજી તરફ સોનાની સતત વધી રહેલી કિંમતોના કારણે નવું ખરીદનાર ગ્રાહકોની સંખ્યા 40 ટકા સુધી ઘટી ચૂકી છે. સસ્તી કિંમતો પર સોનાની ખરીદી કરી ઉંચા ભાવમાં વેચાણ કરી લોકો સરેરાશ 20-25 ટકા સુધી નફો મેળવી રહ્યાં છે. સામાન્ય રીતે સોનામાં 25 ટકા રિટર્ન મળતુ હોય ત્યારે સૌથી વધુ પ્રોફિટબુકિંગ જોવા મળે છે તેવુ ગુજરાતના ટોચના બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે.