12 C
Ahmedabad
Friday, January 28, 2022

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માં ‘સાહેબ’ ની ઇ-કાર નો પ્રથમ અકસ્માત નોંધાયો,જોજો ક્યાંક પ્રવાસી અડફેટે ન ચડી જાય !!

Must read

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસ સ્થિત ઇ-સિટીમાં ઇ-કારની અકસ્માત ની પહેલી ઘટના સામે આવી છે. જેમાં SOU ના ડેપ્યુટી કલેકટરની જ ઇ-કાર અકસ્માતગ્રસ્ત બની હતી.
SOU ડે. કલેકટરની ઇલેક્ટ્રિક કાર વીજ થાંભલા સાથે અથડાતા વીજ પોલ તૂટી ગયો હતો.
સાહેબ ની કાર ને અકસ્માત થવાની આ ઘટના માં કારના આગળના ભાગે પણ નુકશાન થયું હતું.જોકે,ઘટના ને લઈ લોકો માં કૉમેન્ટ ઉઠી રહી છે કે જોજો ક્યાંક પ્રવાસી ને અડફેટે ઉડાવી ન દેતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસે PM નરેન્દ્ર મોદીએ કેવડિયાને દેશની પ્રથમ ઇલેક્ટ્રોનિક વિહિકલ સિટી જાહેર કરી હતી. જે બાદ અહીં તમામ વાહનો બેટરી આધારિત દોડતા થઈ રહ્યાં છે અને સ્થાનિક મહિલાઓને તાલીમ આપી 55 ઇ-રીક્ષા પણ ચાલુ કરવામાં આવી છે અને સંપૂર્ણપણે ઇ-સીટી ઉભું કરી અહીં ઇલેક્ટ્ટીક વાહનો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં અકસ્માત ની પ્રથમ ઘટના પ્રકાશ માં આવી છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article