સ્થાનિક શેરબજારમાં મંદી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 18250 ની નીચે

0
77

આજે સોમવારે સેન્સેક્સ 207 પોઈન્ટના ઘટાડા સાથે 61456 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 61 પોઈન્ટના ઘટાડા સાથે 18246 પોઈન્ટ પર ખુલ્યો હતો.

આજે સોમવારે બેંક નિફ્ટીમાં 150 પોઈન્ટના ઘટાડા સાથે 42286 પોઈન્ટના સ્તર પર ટ્રેડિંગની શરૂઆત થઈ હતી.

શરૂઆતી કારોબારમાં બજારમાં SGX નિફ્ટીએ 95 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે, તે હાલમાં 18250 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
ડાઉ ફ્યુચર પણ લગભગ 100 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. કાચા તેલની કિંમતમાં પણ નબળાઈ યથાવત છે. હાલમાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 87 ડોલર છે. ડૉલરની સામે રૂપિયો 0.20 એટલે કે લગભગ 0.24 ટકાના ઘટાડા સાથે 81.84 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

સોમવારે બજારના શરૂઆતી કારોબારમાં ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એક્સિસ બેન્કના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ડૉ. રેડ્ડી અને ટેક મહિન્દ્રાના શેર નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે.

સોમવારે બજારના તમામ સૂચકાંકો ઘટાડાનાં લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. આઇટી સેક્ટરના શેરમાં સૌથી વધુ 1.03 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે રિયલ એસ્ટેટ સેક્ટરનો શેર 0.98 ટકા ઘટ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 0.45 ટકાનો ઘટાડો નોંધાયો છે અને મેટલ સેક્ટરના શેરમાં 0.73 ટકાનો ઘટાડો નોંધાયો છે.