સ્વ. રાજુ શ્રીવાસ્તવના આજે દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર 

0
115

 

 

સ્વ. રાજુ શ્રીવાસ્તવના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે,તા.21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં નિધન થતાં તેઓના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે ત્યારે રાજુના અંતિમ સંસ્કાર આજે (22 સપ્ટેમ્બર)ના રોજ દિલ્હીમાં કરવામાં આવશે,રાજુના નિધનના સમાચાર મળતા જ ભાઈ તથા બહેન કાનપુરથી દિલ્હી આવ્યા હતા.

AIIMSના હેડ ઑફ ફોરેન્સિક્સ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણાં દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતા. આજ કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ નવી ટેકનીક વર્ચ્યુઅલ ઓટોપ્સીથી કરવામાં આવ્યું હતું. આ ટેકનિકથી 15-20 મિનિટમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને પછી પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

આજે રાજુ ના અંતિમ સંસ્કાર થશે,રાજુના ચાહકોમાં આઘાત ની લાગણી પ્રસરી છે.