નવી દિલ્લી : નોટબંદી ના 36 માં દિવસ પછી પણ લોકો ની હાલાકી યથાવત છે સાથે સરકાર નો બીજો નિર્ણય પણ વધારે મુશ્કેલી સર્જે તેમ છે સરકારે પેટ્રોલ પંપ ,મેટ્રો અને એરપોર્ટ પર પેહલા થી જ 500 ની નોટબંદી કરી દીધી છે પણ હવે આવતી કાલ થી 500 ની જૂની નોટ માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલ, ફાર્મસી, સહકારી ભંડારથી 5 હજાર રૂપિયા સુધીનો સામાન, મિલ્ક બૂથ, શ્મશાન ઘાટ/કબ્રસ્તાન, એલપીજી સિલિન્ડર, સ્મારકોની ટિકિટ માટે ગુરુવારે મધરાત સુધી 500ની જૂની નોટ ચાલશે. પરંતુ 15 ડિસેમ્બર પછી પણ જો તમારી પાસે 500 અને 1000 ની દર ની નોટ રહેલી છે તો ગભરાવાની જરૂર નથી આ તમામ નોટો ને તમે 30 ડિસેમ્બર સુધી તમે બંકો માં જઈ ને જમા કરવી શકો છો.