ટેલિકોમ કંપનીઓ માં જાણે હોડ જામી રહી છે અને તેનો સીધો ફાયદો જાણતા ને મળી રહ્યો છે ત્યારે રિલાયંસ જીયોની ફ્રી વોઈસ કોલિંગ ડેટા ઓફરની સામે દેશમાં હાજર અન્ય ટેલીકોમ કંપનીઓ પણ તેની ટક્કરમાં ઉતરી ચુકી છે. બીએસએનએલ, એરટેલ, આઈડિયા તથા વોડાફોન જેવી કંપનીઓની આકર્ષક ઓફર આવ્યા બાદ હવે Aircel પણ જીયોની ટક્કરમાં આવી ચુકી છે. એરસેલે ૯૦ દિવસની વેલીડીટી સાથે એફઆરસી ૧૪૮ ઓફર લોન્ચ કરી છે.જો કે, આ ઓફર હાલમાં દિલ્હીનાં યૂઝર્સ માટે છે. એરસેલે યૂઝર્સને ૧૪૯ રૂપિયાનાં પહેલા રીચાર્જ સાથે ૯૦ દિવસો માટે ફ્રી એરસેલથી એરસેલ (લોકલ-STD), ૧૫,૦૦૦ સેકન્ડ દર મહિનાના હિસાબે ૩ મહિના માટે આપવામાં આવી રહ્યો છે. તે સિવાય આ ઓફરમાં એરસેલથી અન્ય ઓપરેટર્સ માટે લોકલ તથા STD કોલ્સની સુવિધા સાથે જ ૧ મહિના માટે અનલિમિટેડ 2G ડેટા આપવામાં આવી રહ્યો છે. જોકે, તમને જાણવી દઈએ કે, એરસેલની આ ઓફર માત્ર નવી યૂઝર્સ માટે જ છે. એરસેલનાં ક્ષેત્રીય પ્રબંધક દો. હરીશ શર્મા આ ઓફર વિશે કહેવામાં આવી છે કે, કંપની એક્સાઈટીંગ ડેટા અને વોઈસ પ્રોડક્ટ્સની પૂરી સીરીઝ સાથે વેલ્યૂ પ્રપોઝિશનને રીડિફાઈન કરી રહી છે. તેઓએ કહ્યું છે કે, સ્માર્ટફોનની સરેરાશ કિંમતોમાં ઘટાડો આવવાથી લોકો તેણે અપનાવવા માટે પ્રેરિત થયા છે. શર્માનું કહેવું છે કે, વધારે થી વધારે ઓફર ભારતીય યૂઝર્સ ફ્રી કોલિંગ સાથે ઓનલાઈન ઈન્ટરનેટ ડેટા યૂઝ કરી રહ્યા છે. તેથી જ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા કંપની માટે સંપૂર્ણ રીતે લોડેડ કોમ્બો પેક્સ પ્રસ્તુત કરવાનું જરૂરી થઇ ગયું છે. આ ઓફર હેઠળ યૂઝર્સ આવનાર મહિનામાં એફઆરસી ૧૪૮ ઓફરનો અસીમિત લાભ ઉઠાવવા માટે પહેલા ચાલુ માસમાં ઓછામાં ઓછાં ૫૦ રૂપિયાનું રીચાર્જ કરાવવાનું રહેશેઆ ઓફર ને લઈને ગ્રાહકો માં આનંદ ની લાગણી ફેલાઈ છે અને લોકો ટેલિકોમ કંપનીઓ ની હરીફાઈ નો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે .
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
હવે જીયો સામે Aircel પણ મેદાન માં….શું છે ?આકર્ષક ઓફર જાણો
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.