હવે રાજ્યમાં જ થશે કોરોનાના વેરિયન્ટ ની ચકાસણી ; સેમ્પલ પૂણે નહિ મોકલાય

0
48

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું ખુલતા ઘણોજ સમય નીકળી ગયો હતો કારણ કે આ વાઇરસના વેરિઅન્ટની ચકાસણી માટે ગુજરાત માં કોઈ સુવિધા ન હોવાથી એપ્રિલમાં લેવાયેલાં સેમ્પલ્સના પરિણામો છેક જૂન મહિનાના અંતે મળ્યા હતા પરંતુ હવે રિપોર્ટ તરત જ મળી જાય તે માટે ગુજરાતમાં જ કોરોના વાઇરસ અંગે વેરિઅન્ટની ચકાસણીની માટે સરકારે પોતાની ગુજરાત બાયોટેકનોલોજી રીસર્સ સેન્ટર (GBRC) થકી આ વ્યવસ્થા ઊભી કરી છે. હવે ડેલ્ટા કે કોઇપણ પ્રકારના વેરિઅન્ટની ચકાસણી રાજય માંજ થશે. અગાઉ પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીમાં મોકલાતા હતાં. હવે GBRCમાં જ પ્રતિમાસ 1 હજાર સેમ્પલ ચકાસશે. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત અન્ય કેટલીક બાયોટેકનોલોજી રીસર્ચ કંપનીઓ સાથે આ માટે કરાર કર્યાં છે. જેમાંથી ક્ષમતા પણ વધશે.
સરકારની GBRC ગુજરાતની 2 કંપની હેસ્ટર બાયોસાયન્સિસ અને ઓમ્નીબ્રેક્સ સાથે રસી વિકસાવવા કામ કરી રહી છે.