દેશમાં નોટબંદી પછી ન માત્ર જનતા બેહાલ છે પણ છેલ્લા કેટલાક દિવસોથી બેંકમાં કામ કરતા કર્મચારી પણ સતત તણાવનો સામનો કરી રહ્યા છે. તો કેન્દ્ર સરકારના આ નિર્ણયના વિરોધમાં વિપક્ષ ભારે હોબાળો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા એ જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં હાલમાં ચાલતી રૂ.૧૦૦ની નોટ ને નવી ડિઝાઇન સાથે બહાર પાડશે. આ નવા ફેરફાર માં રૂ. ૧૦૦ ની નોટમાં નંબરીંગ પર દેખાતો અક્ષર હવે નંબર પેનલ પર નહીં દેખાય. જો કે આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે હાલની ૧૦૦ રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે. એટલે ૧૦૦ રૂપિયાની નવી નોટમાં હવે નંબરીંગ પેનલ પર અક્ષર નહિ હોય. પરંતુ અત્યારે ચલણમાં રહેલી ૧૦૦ રૂપિયાની નોટ પણ યથાવત રીતે ચાલશે જ.