SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    Breaking Newsટ્રેન પાટા પરથી ઉતરી: ઓડિશા, મેદિનીપુર-હાવડા પેસેન્જર પાટા પરથી ઉતર્યા બાદ બંગાળમાં ટ્રેન દુર્ઘટના

    June 11, 2023

    IND Vs AUS WTC ફાઇનલ: જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ડ્રો થશે તો ટેસ્ટમાં ગડબડ કોને થશે?

    June 11, 2023

    WTC ફાઇનલ 2023: શુબમન ગિલે કેમેરોન ગ્રીનના કેચ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો; ટ્વિટર પર આ કહ્યું

    June 11, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»World»હિલેરી કે ટ્રમ્‍પ ? કાલે અમેરિકામાં ઐતિહાસિક મતદાનઃ વિશ્વભરમાં ઉત્તેજના
    World

    હિલેરી કે ટ્રમ્‍પ ? કાલે અમેરિકામાં ઐતિહાસિક મતદાનઃ વિશ્વભરમાં ઉત્તેજના

    SATYA DESKBy SATYA DESKNovember 29, 2016No Comments2 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વોશીંગ્‍ટન તા.૭ : અમેરિકામાં આવતીકાલે રાષ્‍ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનુ છે. આ માટેની તમામ તૈયારી પુર્ણ થઇ ગઇ છે. લગભગ ર૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વિશ્વના સૌથી શકિતશાળી દેશ અમેરિકાના ૪પમાં રાષ્‍ટ્રપતિ બનવા માટે ડેમોક્રેટીક પાર્ટીના હિલેરી કિલન્‍ટન અને રિપબ્‍લીકન પાર્ટીના ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે ખરાખરીનો જંગ છે. બંનેએ વિજય માટે મેરેથોન મહેનત કરી છે. આ વખતની ચૂંટણીની મીડીયામાં પણ ભારે ચર્ચા થઇ છે. કુલ ર૦ કરોડ મતદારોમાંથી ૩ કરોડ પ૦ લાખ મતદારો પહેલા જ મતદાન કરી ચુકયા છે.

          અમેરિકી રાષ્‍ટ્રપતિ પદ માટે ઇલેકશન ડે આવતીકાલે છે. ભારતીય સમય મુજબ સાંજે પ-૩૦ કલાક સુધી પ્રથમ ચરણની ચૂંટણી ચાલશે. ચૂંટણીમાં વિજય માટે ઉમેદવાર પાસે ર૭૦ ઇલેકટોરલ કોલેજ વોટ હોવા જોઇએ બાદમાં ઇલેકટોરલ કોલેજીયમ બાદ ૬ જાન્‍યુઆરી ર૦૧૭ના રોજ નવા રાષ્‍ટ્રપતિની જાહેરાત કરવામાં આવશે. ર૦ જાન્‍યુઆરી ર૦૧૭થી અમેરિકાના નવા રાષ્‍ટ્રપતિ વ્‍હાઇટ હાઉસમાં કાર્યભાર સંભાળશે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને હિલેરીએ ચૂંટણી જીતવા ભારે મહેનત કરી છે. અમેરિકાના પ૦ રાજયોમાં અને કેપીટલ વોશીંગ્‍ટનમાં મતદાન થશે. વ્‍હાઇટ હાઉસની રેસ માટે પ૩૮ ઇલેકટોરલ વોટસમાંથી ર૭૦ જોઇએ. તમામ રાજયોમાં પોલીંગ સ્‍ટેશન ઉભા કરવામાં આવ્‍યા છે.

          સૌનુ ધ્‍યાન ફલોરીડા ઉપર છે ત્‍યાં ર૯ ઇલેકટોરલ વોટસ છે. ર૦૧રમાં ઓબામાએ ૩પ સરસાઇથી વિજય મેળવ્‍યો હતો. ઓહીયો રાજય સૌથી મહત્‍વનું છે. અત્‍યાર સુધીમાં બંને ઉમેદવારો વચ્‍ચે ૩ ડીબેટ થઇ છે. ત્રણેયમાં હિલેરી આગળ નીકળી ગયા હતા. મહિલાઓ વચ્‍ચે ટ્રમ્‍પની લોકપ્રિયતા ઘટી છે. જે રાજયો પર બંનેની નજર છે તે છે ફલોરીડા, ઓહીયો, વર્જીનીયા, નોર્થ કેરોલીના, ન્‍યુ હેમ્‍પ શાયર, પેન્‍સીલવેનીયા, આયોવા, કોલારેડો અને નેવાડા છે.

          અમેરિકાના રાષ્‍ટ્રપતિની ચૂંટણીની વિશ્વભરમાં ભારે ચર્ચા છે. આ ચૂંટણીમાં કોણ વિજેતા બનશે એ બાબતને લઇને જબરી અટકળો થઇ રહી છે. કરોડો રૂપિયાનો જુગાર પણ ખેલવામાં આવ્‍યો છે. વિશ્વભરના દેશો ચૂંટણીને લઇને પોત-પોતાની રીતે આંકલન કરી રહ્યા છે. આ ચૂંટણી અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ વિવાદાસ્‍પદ પણ રહી છે. અંગત આરોપોને લઇને આ ચૂંટણીએ ભારે ચર્ચા પણ જગાવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    SATYA DESK

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    એક ગુનો, બે જોડિયા ભાઈઓની ધરપકડ, કોર્ટે એકને દોષિત ઠરાવ્યો, પણ બંનેને છોડ્યા, કેમ?

    June 10, 2023

    પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગધેડા પર નિર્ભર! ત્રણ વર્ષમાં 3 લાખ ગધેડા વધ્યા, ચીનને વેચશે

    June 9, 2023

    કેનેડા 700 ભારતીય વિદ્યાર્થીઓને કેમ પાછા મોકલવા માંગે છે?

    June 8, 2023

    દિલ્હીથી અમેરિકા જઈ રહેલું પ્લેન રશિયાના નિર્જન વિસ્તારમાં ફસાયું, 232 મુસાફરો આ રીતે બચ્યા

    June 8, 2023
    Advertisement
    Latest Post
    Display

    Breaking Newsટ્રેન પાટા પરથી ઉતરી: ઓડિશા, મેદિનીપુર-હાવડા પેસેન્જર પાટા પરથી ઉતર્યા બાદ બંગાળમાં ટ્રેન દુર્ઘટના

    June 11, 2023
    Cricket

    IND Vs AUS WTC ફાઇનલ: જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ડ્રો થશે તો ટેસ્ટમાં ગડબડ કોને થશે?

    June 11, 2023
    Cricket

    WTC ફાઇનલ 2023: શુબમન ગિલે કેમેરોન ગ્રીનના કેચ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો; ટ્વિટર પર આ કહ્યું

    June 11, 2023
    Display

    ‘ભોલે બાબા દે દે નોટ છપન કી મશીન…’, પશુપતિનાથ મંદિરમાં રીલ બનાવવી ભારે પડી, માફી માંગવી પડી

    June 10, 2023
    Display

    PM મોદી આવતીકાલે દેશની પ્રથમ રાષ્ટ્રીય તાલીમ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

    June 10, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version