હૃદય-દાંત-પેટની સમસ્યાઓ માટે લસણ રામબાણ ઈલાજ,બે ત્રણ કળી કરશે કમાલ

0
82

જો તમને ભૂખ ઓછી લાગે છે તો લસણનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે તમારા પાચનતંત્રને ઠીક કરે છે, જેનાથી તમારી ભૂખ પણ વધે છે. ક્યારેક તમારા પેટમાં એસિડ બનવા લાગે છે, પરંતુ તેનું સેવન કરવાથી તે પેટમાં એસિડ બનવાથી રોકે છે.

લસણ હૃદયને તંદુરસ્ત રાખે છે, કેટલીકવાર ધમનીઓ તેમની લચીલાપણું ગુમાવી દે છે, તો લસણ તેમને લચીલું બનાવે છે.
હૃદયને ઓક્સિજન રેડિકલથી બચાવવામાં પણ મદદ કરે છે. સલ્ફર કમ્પાઉન્ડ લોહીના કોષોને બંધ થતા અટકાવે છે.
બ્લડપ્રેશરની સમસ્યા હોય તેવા પુરુષો માટે લસણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લસણનું સેવન કરવાથી બ્લડપ્રેશરના દર્દીઓ સારા રહે છે. તેથી જ ડોકટરો પુરુષોને લસણ ખાવાની સલાહ પણ આપે છે.

સાથેજ પેટ સંબંધિત સમસ્યાઓ હોયતો તે પણ દૂર થાય છે માટે પેટ સંબંધિત સમસ્યાઓ માટે લસણ ખૂબ જ ફાયદામંદ છે.
જ્યારે પેટમાં દુઃખે ત્યારે લસણ શેકીને ખાવાથી પેટમાં દુઃખાવો મટે છે લસણનું સેવન કરવાથી તમારા પેટમાં રહેલા ઝેરી તત્વો પણ સાફ થાય છે.

જો તમને દાંતમાં દુખાવો હોય તો લસણની એક કળીજ તેની અસર બતાવી શકે છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને દર્દ નિવારક ગુણ જોવા મળે છે, જે દાંતના દુખાવામાં રાહત આપે છે. આ માટે તેની એક કળીને પીસીને દાંતના દુખાવાની જગ્યાએ લગાવવા જાણકારો સલાહ આપી રહયા છે.

લસણની આ નાની કળીઓ પુરુષો માટે ખૂબજ ફાયદાકારક છે તેમાં એલિસિન નામનું ઔષધીય તત્વ તેમજ એન્ટીoઓકિસડન્ટ, એન્ટિફંગલ અને એન્ટિવાયરલ ગુણ શરીરને સ્વસ્થ રાખે છે. આ સિવાય લસણમાં વિટામિન-બી અને વિટામિન-સી પૂરતા પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય લસણમાં સેલેનિયમ, મેંગેનીઝ કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. આ જ કારણ છે કે પુરુષોને ઘણીવાર કાચું લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે.