હેમંત બિશ્વા શર્માનું નિવેદન :-હિન્દુત્વ માટે મોદીજીને લાવો નહીંતો, આવા આફતાબ પેદા થતા રહેશે ! !

0
45

ભાજપના પ્રચારકો હવે હિન્દુત્વ મુદ્દે જંગ છેડયો છે અને હિન્દૂ યુવતી શ્રધ્ધા ને પ્રેમમાં ફસાવી અફતાબે તેની હત્યા કરી તેના 35 ટુકડા કરવાની વાત પ્રચારમાં જોડી કહ્યું કે મોદીજીની જ જરૂર છે નહીતો આવા અનેક આફતાબ પેદા થશે.

કચ્છમાં એક સભામાં ભાજપનો પ્રચાર કરી રહેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા શર્માએ કહ્યું કે 2024માં પણ આપણે મોદીજીને જ લાવવા જ પડશે. જો એવું નહિ કરીએ તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે. તેમણે ભાજપના હિન્દુત્વના મુદ્દાને ગુજરાતની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બનાવી લવ જેહાદ, કોમન સિવિલ કોડ અને ટ્રીપલ તલાકની વાતો લોકો વચ્ચે લઈ જઈ હેમંતે ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દાનું ખાતું ખોલી નાખ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે હવે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી ગઈ છે, ત્યારે પીએમ મોદી સહિતના મોટા ગજાના નેતાઓએ પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો છે હાલ ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે ત્યારે ભાજપે વિકાસની વાતો વચ્ચે હિન્દુત્વ મુદ્દે પણ પ્રચાર શરૂ કર્યો છે.