ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગણતરીના દિવસોમા બાકી રહ્યા છે આ વખતે ભાજપે 150 પ્લસના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતારી છે અને આ લક્ષ્યને પાર પાડવા ખુદ વડાપ્રધાન નરેન્દ્રમોદી ઉત્તરગુજરાત ,દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર, મધ્યગુજરાત સહિત જુદી -જુદી જગ્યાએ ઉમેદવાર સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ગુજરાતના પ્રચારની કમાન સંભાળી લીધી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાવાળામાં જનસભા સંબોધી હતી જેમાં પ્રધાનમંત્રી કહ્યુ કે, હું બાવળા આવ્યો હોઉ અને લીલાબાના દર્શન ન થાય તે મારા જીવનની પહેલી ઘટના હશે. તેમણે છેલ્લા 40 વર્ષથી સમાજ માટે તપસ્યા કરી અને જીવ્યા ત્યાં સુધી કરતા રહ્યા. ભાવુક સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે 104 વર્ષના માણેકબાએ અંહી આવીને આશિર્વાદ આપ્યા આ મારુ સૌભાગ્ય છે કે લીલાબાની ખોટ ન પડે તે માટે 104 વર્ષની ઉંમરે અંહી આવીને આશિર્વાદ આપ્યા. માતાઓના આશિર્વાદ એ જ આપણી શક્તિ છે.એજ પુષ્ઠ છે. મોદી વધુમાં જણાવ્યું કે, આ વખતે જે ગુજરાતનું વાતાવરણ જોઇ રહ્યો છું તે અદભૂત છે. આ વખતે મારી ગુજરાતની જનતા જનાર્દન ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ચારેય ખૂણે થી એક જ નાદ છે કે ફીર એક બાર મોદી સરકાર. આ જીલ્લો ખૂબ ઝડપથી શહેરી કરણ તરફ વળી રહ્યો છે.
નરેન્દ્ર મોદી કોંગ્રેસ પર શાબિક પ્રહાર કરતા જણાવ્યું કે, પૂ.મહાત્માં ગાંધી કહેતા કે ભારતનો આત્મા ગામડામાં વસે છે પણ આ કોંગ્રેસ વાળા ગાંધીજીને બધી જ રીતે ભુલી ગયા છે. કોંગ્રેસ વાળાએ તો આત્માને જ કચડી નાખ્યો. કોંગ્રેસના શાસનમાં ગામડા પ્રત્યે ઉદાસિનતા જોવા મળી તેના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઇએ તે આવ્યું જ નહી. હવે માતૃભાષામાં પણ ડોકટર કે એન્જિનયર ભણવા માટેનું શિક્ષણ મળશે જેથી ગામડામાં રહેતા ગરિબ અને મધ્યમ વર્ગ પરિવારના વિદ્યાર્થીઓ ભણી શકશે તેના કારણે ગામડાની તાકાત વઘશે. કોંગ્રેસની સરકારમાં ગામડા અને શહેર વચ્ચે મોટો તફાવત રાખવામાં આવ્યો અને શહેર અને ગામડા વચ્ચે સંઘર્ષ થાય તેમા રસ હતો.
પ્રધાનમંત્રી મોદી 20 વર્ષ પહેલા ગુજરાતની સ્થિતિ અંગે જણાવ્યું કે, 20 વર્ષ પહેલા એટલે કે કોંગ્રેસના સમયમાં પંચાયત રાજ માટે 100 કરોડનું બજેટ હતું અને આજે આ બજેટ આગળ વધાર્યું, 20 વર્ષ પહેલા વિજળી પણ ન હતી મળતી આજે 24 કલાક વિજળી મળે. સાંણદ વિસ્તારમાં આજે ખેડૂત ચાર બંગડી વાળી ગાડીમાં ફરે છે આ બદલાવ કર્યો છે વિસ્તારનો 20 વર્ષ પહેલા જીલ્લાની સ્કુલમાં બાળકને ભણવા મોકલવો પડે તેવી સ્થિતિ હતી..આજે જેમ શહેરને વિજળી મળે છે તેમ ગામડાને મળતી થઇ છે.20 વર્ષ પહેલા અંહી 20 સબ સ્ટેશન હતા અને આજે 90 જેટલા છે. ગામડાના જીવનમાં સ્થિરતા મળે શહેરને મળતા લાભ ગામડાને મળે તે માટે કામ કર્યુ. સમજદારી,ઇચ્છા શક્તિ. નિયા બદલાવાનો વિશ્વાસ નું પરિણામ છે કે સાબરમતી જીવતી કરી. 20 વર્ષ પહેલા અમદાવાદ જીલ્લામાં દોઢ લાખ મેટ્રિક ટન ધાનનું ઉત્પાદન થતું