કેલિફોર્નિયાના બારમાં થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં 13 લોકો માર્યા ગયા

કેલિફોર્નિયાના બારમાં થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં 13 લોકો માર્યા ગયા અને અનેકને ઈજા પહોંચી હતી. ફાયરીગંમાં ગનમેન પણ માર્યો ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આશરે 30 રાઉન્ડ ફાયરીંગ થયું હોવાનું માનવામાં આવે છે. બોર્ડર લાઈન બારમાં ઘટના બની હતી. અત્યાર સુધી 13 લોકોના મોત નિપજ્યા હોવાનું પોલીસે કન્ફર્મ કર્યું છે.ગનમેને સેમી ઑટોમેટિક ગનથી હુમલો કર્યો અને ગોળીઓનો વરસાદ વરસાવ્યો હતો.

ઈજા પામેલા લોકોમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવશે થાય છે. કેલિફૉર્નિયાની એક સ્થાનીક ન્યૂઝ વેબસાઇટે જણાવ્યું કે, બોર્ડરલાઇન બાર એન્ડ ગ્રિલ નામના પબમાં બુધવારે રાત્રે ગોળીબાર થયો હતો. વેંચુરા કન્ટ્રીના ફાયર બ્રિગેડ વિભાગે એક ટ્વિટમાં તેને એક્ટિવ શૂટર ઈન્સિડેંટ ગણાવ્યું છે.

બારમાં કોલેજ કન્ટ્રી મ્યુઝીક નાઈટ ચાલી રહી હતી ત્યારે શંકાસ્પદ ગનમેન બ્લેક ડ્રેસ પહેરી બારમાં દાખલ થયો હતો અને સીધું ફાયરીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. નજર જોનારા લોકોનું કહેવું છે કે ગનમેન પાસે ગ્રેનેડ પણ હતા.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com