બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે 2નાં મોત, 1,000 ફ્લાઇટ્સ કેન્સલઃ US

અમેરિકામાં વાવાઝોડાં અને બરફવર્ષાના કારણે ભારે નુકસાન થયું છે. મિડ વેસ્ટ વિસ્તારમાં બરફવર્ષાના કારણે નવ ઇંચ બરફના પડથી આખો વિસ્તાર ઢંકાઇ ગયો છે. ખરાબ હવામાનના કારણે શહેરની સ્કૂલો બંધ છે, ઉપરાંત ટ્રાન્સપોર્ટ પર તેની અસર વધારે જોવા મળે છે. બરફવર્ષાના કારણે અનેક કાર દુર્ઘટનાગ્રસ્ત થઇ છે, જ્યારે 1000થી વધુ ફ્લાઇટ્સને રદ કરવી પડી છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 કરોડ નાગરિકોને બરફ અને વાવાઝોડાંને કારણે હાલાકી થઇ રહી છે.આ વાવાઝોડાંના કારણે ઇન્ડિયાનામાં બે લોકોનાં મોત થયાના સમાચાર છે. વેધર ડિપાર્ટમેન્ટ અનુસાર, છેલ્લાં ત્રણ વર્ષની આ સૌથી ભયાનક બરફવર્ષા છે. ત્રણ વર્ષ પહેલાં પણ અમેરિકામાં આવી જ બરફવર્ષા અને વાવાઝોડું થયું હતું. અમેરિકાના હવામાન ખાતાએ અનુમાન લગાવ્યું છે કે, મિડ વેસ્ટમાં આગામી અઠવાડિયે વાવાઝોડું આવી શકે છે. આ બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જ્યોર્જિયા સુધીના 20 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ન્યૂયોર્કના પશ્ચિમ વિસ્તારમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com