12 C
Ahmedabad
Friday, January 28, 2022

આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને PM મોદી વચ્ચે મુલાકાત,અમેરિકા અને ચીન ની બેઠક ઉપર નજર

Must read

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 21મી ભારત-રશિયા વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે આજે 6 ડિસેમ્બર ના રોજ સોમવારે ભારત આવી રહયા છે. હૈદરાબાદ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે સાંજની બેઠક પર આખા વિશ્વની નજર છે.આજે પીએમ મોદી અને રશિયા ના પ્રમુખ પુતીન વચ્ચે થોડા કલાકો માટે મળનારી બેઠક માં ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, ક્વાડ અને અફઘાનિસ્તાન અને ચીન-ભારત તણાવ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે પુતિનની મુલાકાત મહત્વની મનાય છે અને અનેક મોટા સંરક્ષણ સોદાઓ પર હસ્તાક્ષર કરવામાં આવશે. બંને દેશો વચ્ચે આગામી દસ વર્ષ સુધી સંરક્ષણ સહયોગ ચાલુ રાખવા ઉપર વાતચીત થશે અને સંરક્ષણ સહયોગ માટે લોજિસ્ટિક્સ કરાર સહિત લેટેસ્ટ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ ઈગ્લા-એસ શોલ્ડર ફાયર મિસાઈલ ડીલ પર પણ ચર્ચા તેમજ રાયફલ સોદા પર લાગશે મહોર લાગશે.
આ મુલાકાત ઉપર વિશ્વની નજર રહેલી છે, ખાસ કરીને ચીન અને અમેરિકા પણ આ બેઠક ઉપર નજર રાખી રહયા છે.
આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી યૂરી ઉશાકોવે જણાવ્યુ હતું કે, પુતિન અને ભારતીય પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક બાદ બંને દેશો કેટલાક સેમી-કાન્ફિડેન્શિયલ સહિત 10 દ્વિપક્ષીય સમજુતી પર હસ્તાક્ષર કરશે. રશિયન સમાચાર એજન્સી ટાસ સાથે વાત કરતા ઉશાકોવે જણાવ્યુ કે, આશરે 10 દ્વિપક્ષીય સમજુતી પર સાઇન કરવામાં આવશે, જે ખુબ મહત્વપૂર્ણ છે અને તેમાં કેટલાક સેમી-કાન્ફિડેન્શિયલ પણ છે. તેના પર હજુ કામ ચાલી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે યાત્રા દરમિયાન સમજુતી પર સહી કરવામાં આવશે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article