24 વર્ષીય ફિલ્મ અભિનેત્રીનું હાર્ટ એટેક આવતા નિધન ; ચાહકોમાં પ્રસરી શોકની લાગણી

0
40

માત્ર 24 વર્ષની બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું હાર્ટ એટેક આવતા આજે 20 નવેમ્બર, રવિવારે 12.59 કલાકે નિધન થયું હતું.

એન્ડ્રિલા શર્મા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી.
24 વર્ષીય એંડ્રિલા શર્માનું મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થતા
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

એંડ્રિલાને હાર્ટ એટેક આવ્યા બાદ ડોક્ટરોએ સીપીઆર પણ કર્યું હતું.

એન્ડ્રિલા શર્માને એક નવેમ્બરે બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારથી તે વેન્ટિલેટર સપોર્ટ પર હતી, એટેક આવ્યા પહેલા અભિનેત્રીને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેમના મગજમાં બ્લડ ક્લોટ્સ જમા થયા હતા.
એંદ્રિલા શર્મા બંગાળી સિનેમાની જાણીતી અભિનેત્રી હતી. તેણે નાની ઉંમરમાં જ મોટું નામ બનાવ્યું હતું. એન્દ્રિલાએ ટીવી શો ઝુમુરથી અભિનયની શરૂઆત કરી હતી અને ચાહકોમાં લોકપ્રિયતા હાંસિલ કરી હતી.