ભુવનેશ્વર કુમારે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તબાહી મચાવી હતી. તેણે 4 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ લીધી હતી. ભુવીએ રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને મોહમ્મદ શમીને પોતાનો શિકાર બનાવ્યા. ભુવનેશ્વર કુમારે છેલ્લી ઓવરમાં વિકેટ ઝડપી હતી.
ગુજરાતને તેની છેલ્લી ઓવરમાં 4 ઝટકા લાગ્યા હતા. તેની 20મી ઓવરમાં સતત 3 વિકેટ પડી હતી. આમ છતાં તેની હેટ્રિક થઈ શકી નથી. 20મી ઓવરના પહેલા બોલ પર ભુવીએ શુભમન ગિલની ઈનિંગને 101 રન પર રોકી દીધી હતી. તેણે ગિલને અબ્દુલ સમદના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આગામી બોલ પર ભુવીએ હેનરિક ક્લાસને રશીદ ખાનને આઉટ કરાવ્યો હતો.
ભુવી હેટ્રિક ચૂકી ગયો
ભુવીના હેટ્રિક બોલ પર નૂર અહેમદ સ્ટ્રાઇક પર હતો. તે સિંગલ લેવા દોડ્યો હતો, પરંતુ નોન-સ્ટ્રાઈક એન્ડમાં ભુવી દ્વારા રનઆઉટ થયો હતો. આ સાથે ટીમની હેટ્રિક થઈ હતી, પરંતુ ભુવી હેટ્રિક કરી શક્યો નહોતો. ભુવનેશ્વરે પણ તેની જ ઓવરના 5માં બોલ પર મોહમ્મદ શમીને આઉટ કર્યો હતો. રાશિદ, નૂર અને શમી ત્રણેય પોતાનું ખાતું ખોલાવી શક્યા ન હતા.