રિલાયન્સ જિયોના ગ્રાહકો સતત વધી રહ્યા છે. ભવિષ્યમાં યુઝર્સની સંખ્યા કેટલી હદે વધશે, તેનો ખ્યાલ તમે બ્રોકરેજ હાઉસ બર્નસ્ટેઈનના રિપોર્ટ પરથી મેળવી શકો છો. બ્રોકરેજ હાઉસ બર્નસ્ટીને એક રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 2026 સુધીમાં 50 કરોડ થવાની આશા છે. એટલું જ નહીં, રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જિયોનો માર્કેટ શેર પણ વધીને 48%ની આસપાસ થઈ શકે છે અને રેવન્યુ શેર લગભગ 47% થઈ શકે છે. આ આંકડો પોતે જ મોટો છે.
હાલમાં યુઝર્સની સંખ્યા છે
જો હાલની વાત કરીએ તો હાલમાં રિલાયન્સ જિયોના ગ્રાહકોની સંખ્યા 43 કરોડ 30 લાખ છે. બ્રોકરેજ હાઉસ બર્નસ્ટીનના અહેવાલને સાચો સાબિત કરવા અને 50 કરોડ સુધી પહોંચવા માટે, રિલાયન્સ જિયોએ આગામી 3 વર્ષમાં લગભગ 6 કરોડ 70 લાખ નવા ગ્રાહકો ઉમેરવા પડશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં મોબાઈલ ટેરિફમાં કોઈ ખાસ વૃદ્ધિ થશે નહીં. બર્નસ્ટીને એવી શક્યતા વ્યક્ત કરી છે કે 5G Jio માટે આવકના નવા રસ્તા ખોલશે અને તેના કારણે કંપનીનો સારો વિકાસ થશે.
VI ની સ્થિતિ વધુ ખરાબ થશે
બ્રોકરેજ હાઉસ બર્નસ્ટેઈનના અહેવાલમાં VI માટે ખરાબ સમાચાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષોમાં VIની હાલત વધુ ખરાબ થશે. FY2026 સુધીમાં, VI નો બજાર હિસ્સો 5 ટકા ઘટીને 17% સુધી પહોંચશે. Viની આવકનો હિસ્સો પણ ઘટીને 13% થઈ જશે. આ સિવાય ભારતી એરટેલના માર્કેટ શેરમાં લગભગ 1 ટકાનો વધારો જોવા મળશે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વોડા-આઇડિયાને થયેલા નુકસાનનો સીધો ફાયદો Jioને મળશે.