નવી દિલ્લી તા.16 : નોટબંધી ના 38 મોં દિવસ પછી હવે સરકારે એ કાળાનાણાં વાળા પર કમર કસી છે આજે સરકાર દ્વારા મહત્વની જાહૅરાત કરવામાં આવી છે જેમાં CBDT ના સચિવ શુશીલ ચંદ્રા એ આજે કાળાનાણાં ધારકો ની સામે મહત્વનો પ્રસ્તાવ મુકયો છે જેમાં 31 ડિસેમ્બર સુધી PMGKY યોજનાં ની હેઠળ પોતાની બેનામી આવક ને જાહેર કરો અને 50% ની બાકી રકમ લઇ જાઓ જો પાછળ થી કોઈ પણ ધનકુબેર ઝડપાયો તો સમગ્ર રાશિ ઉપર 85% દંડ ફટકારવા માં આવશે. સામે થી જાહેર કરેલી આવક પર 50% ની દંડ ફટકારી ને જેતે ધનકુબેર ને મુક્ત કરી દેવા માં આવશે વધુ માં તેમને જણાવ્યું હતું કે કોઈ પણ કાળાનાણાં ધારક તેની બેનામી આવક ની સંપૂર્ણ જાણકારી ઇમેઇલ થી આપી શકશે અને કાળા નું સફેદ કરવાના ખેલ ઉપર સરકાર ની પુરી નજર છે 10 ખાતા માં બે બે લાખ જમા કરવાથી કાળું નાનું સફેદ નહિ થાય બધી જ આવક નો હિસાબ આપવો પડશે અત્યાર સુધી માં 76 કરોડ સોનુ 393 કરોડ મુદ્દામાલ તેમજ 80 કરોડ ની નવી નોટ જપ્ત થઇ છે તેમ શુશીલ ચંદ્રાએ યોજાયેલી પ્રેસ કોન્ફેરન્સ માં જણાવ્યું હતું જયારે હસમુખ અઢિયા આ જણાવ્યું હતું કે સમગ્ર કાળાનાણાં ની માહિતી [email protected] પર આપી શકો છો.