12 C
Ahmedabad
Friday, January 28, 2022

378 દિવસ બાદ ખેડૂતોનો વિજય : સાજં સુધીમાં આંદોલન સમેટી લેવાની જાહેરાત કરાશે, દિલ્હી બોર્ડરથી ટેન્ટ ઉખડવા લાગ્યા

Must read

દિલ્હી બોર્ડર પર 1 વર્ષ 14 દિવસથી ચાલતુ ખેડૂત આંદોલન આજે સાંજ સુધીમાં સમાપ્તિના આરે, તે માટે ખેડૂત સંગઠનોમાં સહમત થયા તેમને કેસ પરત લેવા અને દરેક માંગો પૂરી કરવા વિશેનો પત્ર સરકાર તરફથી મળી ગયો છે. આજે સાંજે 5 વાગે ખેડૂત આંદોલન સમાપ્તની સ્ટેજ પરથી સંગઠન દ્વારા જહેરાત કરવામાં આવશે. સિંઘુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખાડવાની શરૂઆત કરી દીધી છે. તે ઉપરાંત હવે આંદોલનકારીઓએ ઘરે પરત ફરવાની તૈયારીમાં લાગી ગયા છે.આંદોલનની આગેવાની કરનાર પંજાબના 32 ખેડૂત સંગઠનોએ તેમનો કાર્યક્રમ પણ બનાવી દીધો છે. તેમાં 11 ડિસેમ્બરે દિલ્હથી પંજાબ સુધીની વિજય કૂચ કરવામાં આવશે. સિંઘુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતો એક સાથે પંજાબ માટે રવાના થશે. 13 ડિસેમ્બરે પંજાબમાં 32 સંગઠોના નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે. ત્યારપછી 15 ડિસેમ્બરે પંજાબમાં અંદાજે 116 જગ્યાએ શરૂ કરવામાં આવેલું આંદોલન ખતમ કરવામાં આવશે. હરિયાણાના 28 ખેડૂત સંગઠનોએ ચેમની પણ રણનીતિ બનાવી દીધી છે.પંજાબ અને હરિયાણાના ખેડૂત સંગઠનો સિવાય દરેક નેતાએ તેમના સંગઠન સાથે મીટિંગ કરીને આંદોલન સમાપ્ત કરવાની વાત થઇ છે. જોકે હજી તેના પર સંયુક્ત કિસાન મોર્ચાની મહોર લાગવાની બાકી છે.

સંયુક્ત કિસાન મોર્ચાના 5 સભ્યોની હાઈપાવર કમિટીના સભ્ય અશોક ધાવલેએ કહ્યું છે કે, અમને કેન્દ્ર સરકાર પાસેથી માંગણીઓ સ્વીકારી હોવાનો ઓફિશિયલ લેટર મળી ગયો છે. હવે આ વિશે SKMની મીટિંગમાં નિર્ણય લેવાશે.ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકારે જે ડ્રાફ્ટ મોકલ્યો છે એ સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે મૃતકોના પરિવારને 5 લાખ વળતર રાજ્ય સરકાર આપશે. એ ઉપરાંત રાજ્ય સરકાર જ ખેડૂતો પરના કેસ પાછા ખેંચી લેશે. હવે એને સરકારને પરત મોકલવામાં આવ્યા છે. સરકાર આ વિશે ઓફિશિયલ જાહેરાત કરી દેશે ત્યારે આંદોલન પૂરું કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવશે. એ માટે કાલે બપોરે 12 વાગ્યે મીટિંગ બોલાવવામાં આવી છે.આ દરમિયાન હરિયાણા સરકારે પણ ખેડૂતોને વળતર તરીકે 5 લાખની મદદ અને કેસ પરત લેવાની સહમતી આપી દીધી છે. કેન્દ્ર સરકારે પણ દરેક કેસ પરત લેવાની સહમતી આપી દીધી છે. કેન્દ્રએ MSP કમિટીમાં માત્ર આંદોલનકારીઓના નેતાઓને રાખવાની વાત પણ માની લીધી છે. દિલ્હી બોર્ડર પર 377 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. MSP સમિતિમાં કેન્દ્ર સરકાર અને સંયુક્ત કિસાન મોરચાના પ્રતિનિધિ હશે. સમિતિ 3 મહિનાની અંદર રિપોર્ટ આપશે, જે સુનિશ્ચિત કરશે કે ખેડૂતોને MSP કેવી રીતે મળે. રાજ્ય હાલમાં MSP પર જે પાકની ખરીદી કરી રહ્યું છે એ ચાલુ રહેશે.તમામ કેસ તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવશે. યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણાની સરકારોએ આ માટે પોતાની સંમતિ આપી દીધી છે.

 

કેન્દ્ર સરકાર, રેલવે અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા નોંધાયેલા કેસો પણ તાત્કાલિક પાછા ખેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યોને પણ અપીલ કરશે.હરિયાણા અને ઉત્તરપ્રદેશે પંજાબની જેમ વળતર ચૂકવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે
સંયુક્ત કિસાન મોરચા સાથે વીજળી બિલ પર ખેડૂતોને અસર કરતી જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવશે. એ પહેલાં એને સંસદમાં રજૂ કરવામાં આવશે નહીં.પંજાબના મોટા ભાગનાં 32 ખેડૂત સંગઠનો ઘરે પરત ફરવા માટે તૈયાર છે. કૃષિ કાયદા પાછા ખેંચવાની તેમની મુખ્ય માગ પૂરી થઈ ગઈ છે. જોકે ખેડૂતો સામે નોંધાયેલા કેસને લઈને તેઓ હરિયાણાની સાથે છે. પંજાબમાં ખેડૂતો સામે કેસ નોંધાયા નથી, પરંતુ હરિયાણામાં હજારો ખેડૂતો સામે કેસ નોંધાયા છે.હરિયાણા ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ ઉપરાંત બીજાં રાજ્યો અને રેલવેએ પણ કેસ નોંધ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે જો એમ જ ઘરે પાછા જતા રહીશું તો આંદોલન સમાપ્ત થયા પછી પણ કેસ બાબતની પરેશાની ભોગવવી પડશે. આ પહેલાં પણ હરિયાણાના જાટ આંદોલન અને મધ્યપ્રદેશના મંદસોર હત્યાકાંડમાં આવું થયું હતું.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article