4 કેમેરાવાળો Honor 9 Lite ભારતમાં થશે લોન્ચ

Huaweiની સહાયક સ્માર્ટફોન મેકર Honorએ પહેલીવાર 4 કેમરા વાળો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો Honor 9i. ત્યારે હવે કંપની ક્વોડ કેમેરા સ્માર્ટફોન એટલે કે 4 લેન્સવાળો ફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. 4 કેમેરાવાળા સ્માર્ટફોન Honor 9 Liteને જ્લ્દી જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેનું વેચાણ માત્ર ફ્લિપકાર્ટ પર થશે.
મહત્વપૂર્ણ છે કે ચીનમાં આ સ્માર્ટફોન ગત વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેના બે વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે કિંમતની તો,ચીનમાં આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત CNY 1199 (લગભગ 11,700 રૂપિયા) છે. જ્યારે ટોપ મોડલની કિંમત CNV 15600 (લગભગ 15600) છે. ભારતમાં તેની કિંમત પણ સરખી જ રહેવાની આશા રાખવામાં આવી રહી છે.
Honor 9 Liteમાં 5.65 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસપ્લે આપવામાં આવી છે. તેમાં HiSilicon Kirin 659 ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં બે મેમરી વેરિયન્ટ છે. એક વેરિયન્ટમાં 3 GB રેમ છે, જ્યારે અન્યમાં 4 GB રેમ. ઇન્ટરનલ મેમરી વેરિયન્ટમાં તમે 32 GB અને 64 GB માંથી પસંદ કરી શકો છો. માઇક્રો એસડી કાર્ડ દ્વારા તમે મેમરી વધારી શકો છો.
ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશ્યો ટ્રેન્ડ જોતા 18:9 રાખવામાં આવ્યો છે. Honor 9 Lite માં Android Oreo બેઝ્ડ EMUI 8.0 આપવામાં આવ્યું છે.ફોટોગ્રાફીને લઇને તેમા ખાસ બે રિયર અને બે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યા છે. ડ્યુઅલ કેમેરા સેટઅપમાં એક કેમેરો 13 મેગા પિક્સલનો છે જ્યારે બીજો 2 મેગાપિક્સલનો છે. એક જેવો સેટઅપ ફ્રન્ટ અને બેકમાં છે. જોકે રિયર કેમેરામાં કેટલાક ફિચર્સ છે જે સેલ્ફી કેમેરાથી અલગ હોય છે. Honor 9 Liteમાં 3000 mAh ની બેટરી આપવામાં આવી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com