સુરત GIDCમાં બોઇલર ફાટતા 4 લોકોના કરૂણ મોત અન્ય લોકો સારવાર હેઠળ

0
54

સુરત GIDC કંપનીમાં આગ લાગતા મોટી દુર્ધટના સર્જાઇ છે જેને લઇ સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે GIDC કંપનીમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે જેમાં કંપની સંચાલકોની બેદરકારી અને ફાયર સેફટીના સાધનોના અભાવના કારણે આ ઘટના બનતી હોય છે
સુરતની સચિન GIDC ખાતે આવેલી અનુપમ ઇન્ડિયા ફેકટરીમાં અગમ્ય કારણોસર બોઇલર ફાટતા ભીષણ આગ ભભૂકી નીકળી હતી જેમાં કંપનીમાં કામ કરતા 15 જેટલા મજૂરો દાઝ્યા હતા ઘટના પગલે અફરાતરફીનો માહોલ સર્જાયો હતો અને આગ એટલી ભીષણ હતી કે દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ઘટનાની જાણ ફાયરવિભાગને કરાતા ફાયરફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ હાથધર્યુ હતુ

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જયાં 4 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા જો કે રસાયિણક મીલ હોવાથી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે જેને લઇ આજુબાજુની કંપનીઓમાં આગ ન પ્રસરે તે માટે ફાયરવિભાગ દ્રારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચઅધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યુ હતુ અને બોઇલર કયા કારણોસર ફાટ્યો છે જે ક્ષતિ રહી ગઇ હતી તે દિશામાં વધુ તપાસ હાથધરી છે.