તાજેતરમાં તાવ શરદી ઉધરસ સહિતનો રોગચાળો વધ્યો છે મેંદરડા તાલુકાના 47 ગામડાઓ વચ્ચે એક જ સરકારી હોસ્પિટલ છે આજે ગ્રામ પંચાયતના સભ્ય પરસોત્તમભાઈ ઢેબરીયા અને સુરેશભાઈ પાનસુરીયાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી હોસ્પિટલમાં તાવ શરદી ઉધરસ જેવી બીમારીના દર્દીઓથી ઉભરાતી હતી પરંતુ ઓપીડી માં એક જ તબીબ હતા. જ્યારે અન્ય ઇન્ટર્ન શિપ કરતાં શીખાઉ તબીબ હતા મુખ્ય તબીબી અધિકારી રજા પર હોવાથી હોસ્પિટલમાં દર્દીઓને હેરાન થવું પડી રહ્યું છે ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે મેંદરડા હોસ્પિટલમાં એમડી તબીબ ન હોવાથી હૃદય રોગ જેવી ગંભીર બીમારીના દર્દીઓને સમયસર સારવાર મળતી નથી આવા દર્દીઓને જુનાગઢ રિફર કરી દેવામાં આવે છે અમુક કિસ્સામાં દર્દીનું મોત પણ થઈ જાય છે આથી મેંદરડા હોસ્પિટલમાં એમડી તબીબની નિમણૂક કરવામાં આવે એ જરૂરી છે વધુમાં હાલ જે ઇન્ટર્નશિપ કરતા તબીબો આવે છે તેઓ દ્વારા દર્દીઓ સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે દર્દીઓ સાથે વ્યવસ્થિત વર્તન કરવામાં આવે એવી લોકોએ દ્વારા માંગ કરવામાં આવી છે
Latest News
- Advertisement -