15 C
Ahmedabad
Sunday, January 23, 2022

વડોદરા માં રહેવા ફ્લેટ આપી કોલેજીયન યુવતી ની જિંદગી નર્ક કરનારા હેવાનો પોલીસ પકડ થી દૂર

Must read

વડોદરા માં ભારે ચકચાર જગાવનાર પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન જેવા વડીલો એ કોલેજીયન યુવતી ની ઈજ્જત લૂંટયા બાદ તેને ઢોર માર માર્યો હોવાની વિગતો સામે આવી છે. કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયા બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પીડીત કોલેજીયન યુવતી નું ત્રણ કલાક સુધી નિવેદન લીધું હતું જેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ કોલેજીયન યુવતીને આ દાદા ની ઉંમર ના હેવાનો એ છાતી અને પેઢા ઉપર મુક્કા અને લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઉતરી આવી દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશ માં આવી છે. જેની અસર હજુ પણ ભોગવી રહી હોવાનું પીડીતાએ પોલીસના નિવેદનમાં જણાવ્યું હતું. નરાધમોએ પોતાની દીકરીની ઉંમરની યુવતી પર દુષ્કર્મ કરવા દબાણ કરીને ખુબ માર મારતા શરીર પર હજી લીલા, ભૂરા અને લાલ ચકામા હોવાનું સામે આવ્યુ છે.
રાજુ ભટ્ટે દુષ્કર્મ આચરતા પહેલા પ્રતિકાર કરતી પીડીતાને બે-ત્રણ લાફા માર્યા બાદ વાળથી પકડીને તેને ઘસડીને બેડરૂમમાં લઈ જઈને મૂઢ માર માર્યો હતો. તેના પેઢામાં લાત વાગતા હજુ પણ બ્લડીંગ થઇ રહ્યું છે.જેથી તેણીની સારવાર પણ ચાલુ છે. પીડિતા પર બે થી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડીતા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ગોળી મારવાની પણ ધમકી આપવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવતા વડોદરા માં આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે.

- Advertisement -

More articles

- Advertisement -

Latest article