ભારતમાં વેચાણ થતી 64 ટકા એન્ટિબાયોટિક્સ ગેરકાયદે: રિપોર્ટ

ભારતમાં દર વર્ષે લાખો એન્ટિબાયોટિક દવા વિના મંજૂરીએ વેચાણ થાય છે, જેનાથી સમગ્ર દુનિયામાં સુપરબગ સામેની લડતમાં ખતરો તોળાય છે.બ્રિટનના તાજેતરના સંશોધનમાં આ ચેતવણી આપી જણાવ્યું હતું કે અહીં વેચાણ થતી 64 ટકા એન્ટિબાયોટિક અયોગ્ય છે.

બ્રિટિશ જર્નલ ઓફ ક્લિનિકલ ફાર્મસીમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓ વિના મંજૂરીએ ડઝનથી વધુ દવાઓ વેચી રહી છે.

સંશોધકોના કહેવા પ્રમાણે, ભારતનો તે દેશોમાં સમાવેશ થાય છે, જ્યાં એન્ટિબાયોટિક દવાનો વપરાશ અને રોગપ્રતિકારક દર સૌથી વધુ છે.આથી ભારતની દવા નિયામનકારી તંત્રની નિષ્ફળતા ઉદ્દભવે છે.

જ્યારે ઘણી કંપનીઓ અેવી દવાઓ વેચી રહી છે, જેની મંજૂરી ભારત સરકારે પણ આપી નથી.આ સંશોધન માટે ભારતમાં 2007થી 2012 વચ્ચે વેચાણ થયેલી એન્ટિબાયોટિક દવા અને તેમની મંજુરીના સ્તરનો અભ્યાસ કર્યો હતો.

ભારતની 118 પ્રકારની એફડીસી (ફિક્સ્ડ ડઝ કોમ્બિનેશન) દવા વેચવામાં આવી છે, જેમાંથી 64 ટકા ભારતીય નિયમનકર્તાએ જ મંજૂરી આપી નથી.અમેરિકામાં આવી ચાર દવાઓ જ વેચી શકાય છે.જો કે ભારતમાં વેચાણ થતી 93 ટકા એસડીએફ (સિંગલ ડોઝ ફોર્મ્યુલેશન) કાયદેસર છે.ભારતમાં કુલ 86 ટકા એસડીએફ દવા વેચાય છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com