ગુજરાત ની શામળાજી સ્થિત અદ્યતન ચેકપોસ્ટ નું લોકાર્પણ..

દેશની પ્રથમ ફુલ્લી કોમ્પ્યુટરાઇઝ્ડ ઓટોમેટિકસ ગુજરાત ની શામળાજી ચેકપોસ્ટ નું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે લોકાર્પણ કર્યું હતું.
શામળાજી ખાતેની ચેકપોસ્ટ ઉપર વાહનોની ઊંચાઈ લંબાઈ પહોળાઈ તેમજ વાહનમાં ભરેલા માલ અને વાહનનું વજન માટે ઓટોમેટિક સેન્સર લગાવાયા છે.જેના દ્વારા વાહનને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટિક કોમ્પ્યુટરમાં બનશે.ચેકપોસ્ટ પરથી પસાર થતા પ્રત્યેક વાહનનું યુનિક ટેગિંગ થશે અને કેમેરાઓ દ્વારા સમગ્ર ચેકપોસ્ટનું સતત મોનેટરિંગ કરવામાં આવશે,વિકાસલક્ષી કદમ તરીકે શરૂ થઇ રહેલ દેશની સૌ પ્રથમ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ એવી AVMS RTO ચેકપોસ્ટનું શામળાજી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ડિજીટલ ચેકપોસ્ટમાં વાહનોને કેટલો દંડ ભરવો પડશે તેનો મેમો ઓટોમેટીક કોમ્પ્યુટરમાં બની કોપી બહાર આવી જશે.
દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ બનાવવા પાછળ 6 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.જ્યારે વાહન ચેકપોસ્ટ પાસે આવશે ત્યારે સૌપ્રથમ ચેકપોસ્ટ આગળ બનાવવામાં આવેલા એક સ્ટ્રક્ચરમાંથી પસાર થશે.ત્યાર બાદ લેઝર કિરણ વાહન પર પડે છે જેનાથી વાહનનું તમામ મોનેટરિંગ અને તેમાં ભરેલા વજનની વિગત ઓટોમેટિક કંન્ટ્રોલમાં આવી જાય છે.રિસિપ્ટ પણ ઓટોમેટિક બહાર આવી જશે.જેમાં વાહનનો ટેક્સ,વજનનો કેટલો દંડ ભરવો વગેરે વિગતો લખેલી હશે.
આ પ્રકાર ની ચેકપોસ્ટ બનતા હવે ભ્રષ્ટચાર ઉપર કાબુ આવશે, ગુજરાત ની કેટલીયે ચેકપોસ્ટ ઉપર ગેરરીતિ થતી હોવા અંગે ફરિયાદો ઉઠવા પામી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com