આવી રહેલી ચૂંટણીઓ અગાઉ દરેક જગ્યા એ આંદોલનો અને રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહ્યા છે,ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલી ફીક્સ પગાર પ્રથા તથા કોન્ટ્રાક્ટ પ્રથા સામે ગુજરાત જન અધિકાર મંચ દ્વારા છેલ્લા બે વર્ષથી સઘન લડાઇ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં જિલ્લાવાર સભાઓ યોજ્યા બાદ આજે ગાંધીનગરમાં જન આક્રોશ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતું,સભામાં અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને મંચનાં પ્રદેશ પ્રમુખ પ્રવિણભાઇ રામ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા,સ્થાનિક તંત્ર દ્વારા સંમેલનને મંજુરી હોવા છતા મંચ સાથે જોડાયેલા કર્મચારીઓ કાર્યક્રમ કરવા મક્કમ હતા. જેને પગલે પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરતા સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનાર સંમલેન અક્ષરધામ પાસે યોજાયું છે. ગુજરાત જનઅધિકારી મંચ દ્વારા રાજ્યમાં ફિક્સ પગાર પ્રથા નાબુદી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદી, યુવા બેરોજગાર, માનદ વેતન પ્રથા, આંગણવાડી તથા સફાઇ કર્મચારીઓનાં શોષણ સહિતનાં મુદ્દાને લઇને સરકાર સામે લડત ચલાવવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે લડત વધુ મજબૂત બની રહી છે.
ફિક્સ પગારદાર પ્રથા સામે ગાંધીનગર માં સંમેલન: પરમીશન ના મળી તો પણ યોજાયું સંમેલન: ૫૦૦ ની અટકાયત
