આજથી નવું નાણાંકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આજે એટલે કે 1 એપ્રિલથી બદલાઈ જશે. જેમાં GST રિટર્નથી લઈને બેંકોનું મેગા મર્જર સામેલ છે. તો ચાલો જાણીએ એવી 10 બાબતે જે નવા નાણાંકીય વર્ષમાં બદલાવા જઈ રહી છે.
વિદેશ જવું થયું મોંઘુ
1 એપ્રિલથી સરકાર વિદેશ યાત્રાના કુલ પેકેજ પર TCS લગાવશે. નાણાંકીય વર્ષ 2020-21ની શરૂઆતથી વિદેશ યાત્રા પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જેથી વિદેશ યાત્રા મોંઘી પડશે.
નવા વાહન નિયમ
1 એપ્રિલથી દેશમાં માત્ર BS-6 ધરાવતા વાહનો વેચાશે. જો કે કોરોના સંકટને પગલે સુપ્રીમ કોર્ટે BS-6 વાહનોના રજિસ્ટ્રેશન એપ્રિલમાં શરતોને આધિન 10 દિવસ કરાવવાની મંજૂરી આપી છે.
દવા સાથે જોડાયેલો નિયમ
સરકારે તમામ મેડિકલ ડિવાઈસને 1 એપ્રિલ, 2020થી ડ્રગ્સ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. નવા નાણાંકીય વ્ષમાં ડ્રગ્સ એન્ડ કૉસ્મેટિકની કલમ 3 અંતર્ગત માનવી અને પશુ પર ઉપયોગ થનારા ઉપકરણોને ઔષધિની શ્રેણીમાં રાખવામાં આવશે.
બેંકોનું મેગા મર્જર
1 એપ્રિસથી દેશની 10 સરકારી બેંકોનું મર્જર થયા બાદ 4 મોટી બેંકો બનાવવામાં આવશે. જે દેશના આર્થિક ક્ષેત્રનું સૌથી મોટુ મર્જર હશે. જો તમારૂં ખાતુ આવી કોઈ બેંકમાં હોય તો, તમારે કેટલાક ફેરફારોની સૂચના બેંકોને આપવાની રહેશે.
નવો આવકવેરા નિયમ
1 એપ્રિલથી આવરવેરાની નવી સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. જેમાં ખાત વાત હશે કે, કોઈ પણ બચત વિના પણે ટેક્સ પેયર્સ છૂટ પ્રાપ્ત કરી શકશે. જો કે આ સંપૂર્ણ વૈકલ્પિક વ્યવસ્થા હશે.
નવું GST રિટર્નનું ફોર્મ
GST કાઉન્સિલની 31મી બેઠકમાં એક એપ્રિલથી નવા GST રિટર્ન ફોર્મ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નવું ફોર્મ ઘણ સરળ હશે અને તેનાથી રિટર્ન ભરવામાં સરળતા રહેશે.
BS-6 પેટ્રોલ-ડીઝલ
આજથી સમગ્ર દેશમાં BS-6 ગ્રેડના પેટ્રોલ-ડીઝલનો પૂરવઠો શરૂ થઈ જશે. ઈન્ડિયન ઓઈલે તેની શરૂઆત અનેક શહેરોમાં પહેલાથી જ કરી દીધે છે. જો કે કિંમત પર તેની અસર થઈ શકે છે.
પેન્શન વધારે મળશે
સરકારે એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS)ના નિયમમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત જે 26 સપ્ટેમ્બર,2008ની પહેલા રિટાયર્ડ થયેલા અંદાજે 6 લાખ લોકોને 1 એપ્રિલ, 2020 એટલે કે આજથી વધારે પેન્શન મળશે.
મોબાઈલ ડેટા મોંઘો
ટેલિકૉમ કંપનીઓએ 1 એપ્રિલથી મોબાઈલ ડેટા માટે ચાર્જ વધારીને ન્યૂનતમ 35 રૂપિયા/GBની કિંમત કરવાની માંગ કરી છે. જે હાલની કિંમત કરતાં અંદાજે 7-8 ટકા ગણી વધારે છે. જો સરકાર તેને મંજૂરી આપશે, તો ઈન્ટરનેટનો ઉપયોગ મોંઘો પડશે.