CBSEના લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની સરકાર દ્રાા જાહેરાત કરી દેવામાં આવી છે. . ધો.1 થી 8નાં વિદ્યાર્થીને માસ પ્રમોશનનો લાભ મળશે. ધો.9 અને 11નાં વિદ્યાર્થીને સ્કૂલ ટેસ્ટના આધારે પ્રમોશન આપવામાં આવશે. તો સાથે સાથે ધો. 10 અને 12માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવાય. તેના સ્થાને કુલ 80 વિષયમાંથી 29 મુખ્ય વિષયની જ પરીક્ષા લેવાશે. બાકીના વિષય માટે CBSEની નવી પોલિસી બહાર પડશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે બોર્ડની પરીક્ષાની તારીખ અત્યારે જાહેર નહીં થાય. ધો. 10 અને 12ની પરીક્ષા જાહેર કરાતા પહેલા 10 દિવસની નોટિસ આપવામાં આવશે. ગુજરાતની 250 સ્કૂલના લાખો વિદ્યાર્થીઓને લાભ થશે