દિલ્હી માં ફરી એકવાર લોકડાઉન જેવા જ નિયમો આવી ગયા છે અને છૂટછાટો પાછી ખેંચવામાં આવી છે ત્યારે હવે ગુજરાત માં પણ મોટા શહેરો માં આ પ્રકારની સ્થિતિ ની સંભાવના જણાઈ રહી છે,હાલ દિવાળીના તહેવારો બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ની સંખ્યા 50 ટકાથી વધી છે, તેમાંય હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓ એટલે કે સીરીયસ દર્દીઓ ની સંખ્યામાં વધારો થયો છે. હાલ દિવાળી ના બીજા દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા સાથેજ નવા 226 નવા કેસ આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું છે પરિણામે કોરોના નો વ્યાપ વધતા ફરી એકવાર કોરોના સામે સામૂહિક જંગ લડવા જેવી સ્થિતિ ઉભી થઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં હાલ 174 વેન્ટિલેટર બેડ ઓક્યુપાઈ કરવામાં આવ્યાં છે, જેમાં 24 વેન્ટિલેટર પર છે, જ્યારે 94 બાયપેપ પર છે 68 NRBM(11 લીટર પર મિનિટ ઓક્સિજન) 160( o2 માસ્ક પર છે જેમાં 2 લિટર પર મિનિટ ઓક્સિજન) આપવો પડે છે, માત્ર એકજ દિવસ માં ગતરોજ 140 દર્દી દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, હવે કોરોનાના દર્દી વધતાં અન્ય કોર્પોરેશનની હોસ્પિટલમાં અને હોમ ક્વોરન્ટીન દર્દી પણ વધ્યા છે, જેના થી સામાન્ય રીતે કોરોનાની સ્ફોટક અને ગંભીર સ્થિતિ નો ખ્યાલ આવે છે.
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોના નો બીજો તબક્કો શરૂ થતાં આરોગ્ય વિભાગ માં ચિંતા પ્રસરી છે.
