દિલ્હીમાં કોરોના કાળ બનીને ત્રાટકતા માત્ર 24 કલાક માજ 99 લોકો ના મોત થતા ભારે દોડધામ મચી છે અને કોરોના ને કાબુ માં લેવા માટે એકશન પ્લાન ઘડી ત્વરિત પગલાં ભરવામાં આવ્યા છે, દિલ્હી માં કોરોના ની ગંભીર સ્થિતિ ને ધ્યાને લઇ પેરામિલિટ્રી ફોર્સના 75 ડોકટર્સ અને 250 પેરામેડિકલ સ્ટાફ ની જાયન્ટ ટીમ કામે લાગી છે. તે તમામ CAPF, RAF તેમજ અન્ય પેરામિલિટ્રી ફોર્સની અનુભવી ટીમ છે. તેમને ગૃહમંત્રી અમિત શાહે વિશેષ રીતે દિલ્હીમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે તેઓ ને તાત્કાલીક રવાના કર્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
આ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ આસામ, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડના છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે રવિવારે ગૃહ મંત્રાલયમાં થયેલી બેઠકમાં ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ઘટ પડી રહી હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો.
બીજી બાજુ, કેન્દ્ર સરકારે ટીમોનું ગઠન કર્યું છે, જે દિલ્હીની અલગ અલગ પ્રાઈવેટ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે અને ત્યાં સંસાધન અંગે માહિતી મેળવશે. ટીમ કોરોના દર્દીઓની દાખલ પ્રક્રિયા અને સારવારની રીત અંગે તપાસ પણ કરશે.
દિલ્હીમાં કેજરીવાલ સરકાર મિની લોકડાઉન લાગૂ કરવાની તૈયારીમાં છે.બજારો બંધ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી છે. બીજી બાજુ લગ્ન પ્રસંગમાં 200ને બદલે હવે 50 લોકો જ સામેલ થઈ શકે તેવી એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 4.89 લાખ લોકોને કોરોના થઈ ચુક્યો છે. 17,713 મૃત્યુ થયા છે. વિવિધ બજારોમાં દરરોજ 1 લાખથી 3 લાખ લોકો પહોંચી રહ્યા છે. જેને લીધે કોરોનાના કેસ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
