અમદાવાદ : – જ્યારથી નરેન્દ્ર પટેલે જીતુ વાઘણી પર એક કરોડની રકમની ઓફર કરાયનો આક્ષેપ કરાયો છે ત્યારથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હાલ નરેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે. મુદ્દાને વધુ મજબૂત બનાવ્યો છે.
નરેન્દ્ર પટેલે જીતુ વાઘાણી અંગે સાણસામાં લેતા કહ્યું હતું કે જીતુ વઘાણી સાથે મુલાકાત કરી હતી. શાંતિનિકેતનમાં મુલાકાત કરી હતી. ત્યાં ઋત્વિજ પટેલ હતા અને વાઘાણી કહ્યું કે પૈસાથી માની જાવ .
પાસના કાર્યકરો હવે વિખેરાવા લાગ્યા છે.પક્ષોમાં વહેંચાય ગયા છે. આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થવા લાગ્યા છે. ત્યારે આવનારી વિધાનસભા ઉપર પાટીદાર ફેક્ટર કેવી અસર કરશે તે જોવું રહ્યું.