બોલીવુડની બેગમજાન વિદ્યા બાલનની ફિલ્મ તુમ્હારી સુલુનું બીજું ગીત રિલીઝ થયું છે. થોડા સમય પહેલા આ ફિલ્મનું પ્રથમ ગીત અને ટ્રેલર લોન્ચ થયું હતું. આજે રિલીઝ થયેલા બીજા ગીતમાં બોલીવુડનું પ્રખ્યાત ગીત હવાહવાઈ ની યાદ તાજી કરાવી જાય છે. આ ગીત શ્રીદેવી અનિલ કપૂરની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાના ગીત હવાહવાઈનું રિક્રિએશન છે. આ ગીતમાં વિદ્યા હવાહવાઈ બની છે. હવે તમેજ નક્કી કરજો કે તમને આ બન્ને માંથી કોણ વધારે ગમ્યું શ્રી દેવીનું જૂનું ગીત કે પછી નવું ગીત જેમાં વિદ્યાબાલન જુમી રહી છે.
આ પહેલા આ ફિલ્મનું બીજું ગીત બન જા રાની થા રિલીઝ થયું હતું જેના ભરપૂર વખાણ થયા છે. આ ગીત પંજબી ગાયક ગુરુ રંધાવાએ રચ્યું છે. ફિલ્મ મેકરે પોતાની રીતે તેમાં ફેરફાર કરી નવી સ્ટાઈલમાં ફિલ્મમાં સેટ કર્યું છે.
આ ફિલ્મમાં વિદ્યા એક અલગજ અંદાઝમાં નજર આવશે। વિદ્યાએ આ ફિલ્મમાં એક સુલોચના નામની સાદી સિમ્પલ હાઉસ વાઇફની ભૂમિકા નિભાવી છે. સલુને રેડિયો પર જોકી બનવાની ઈચ્છા હોય છે. તેને આ કામ મળી પણ જાય છે સાડી વાળી ભાભીનો લેટ નાઈટ શો તેનો પ્રોગ્રામ હોય છે. સુરેશ ત્રિવેણીની આ ફિલ્મ 17 નવેમ્બરે રિલીઝ થાય છે.