સબમરીનથી દુશ્મન દેશોના કેમ્પને ધ્વંસ કરવાની પોતાની ક્ષમકાઓ વધારે મજબૂત કરતા રવિવારે ભારતે K-4 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું. આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારે ભારતે સબમરીનથી લોન્ચ કરતા પરમાણું ક્ષમતાવાળું K-4 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું. જે 3500 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે.
સુત્રો પાસેથી જાણવા મળ્યું કે, આ પરિક્ષણને દિવસના સમયે અંડરવોટર પ્લેટફોર્મથી કરવામાં આવ્યું. આ ઘાતક મિસાઈલને DRDOએ વિકસિત કર્યું છે અને તેને અરિહંત ક્લાસ ન્યૂક્લિયર સબમરિન પર તૈનાત કરવામાં આવશે. ન્યૂક્લિયર સબમરિન પર આ મિસાઈલ તૈનાત કરતા પહેલાં ભારત તેનું પણ ઘણું પરિક્ષણ કરી શકે છે.
હાલ ઈન્ડિયન નેવી પાસે INS અરિહંત જ એવું એકમાત્ર જહાજ છે, જે પરમાણું ક્ષમતા ધરાવે છે. K-4 ભારત દ્વારા પોતાના સબમરીન ફોર્સ માટે વિકસિત કરવામાં આવી રહેલી 2 અંડરવોટર મિસાઈલોમાંથી એક છે. બીજી આવી મિસાઈલ BO-5 છે, જેની મારક ક્ષમતા 700 કિમીથી વધારે છે.