નવી દિલ્હી : ચીની હેન્ડસેટ ઉત્પાદક રીઅલમી (Realme)એ કંપનીની નકલી વેબસાઇટ અંગે ચેતવણી આપી છે અને સાવચેત રહેવાનું કહ્યું છે. આ કંપની લોકોને ફ્રેન્ચાઇઝી ભાગીદારી માટે કહી રહી છે. સ્માર્ટફોન કંપનીએ કહ્યું છે કે, કોઈએ www.realmepartner.in નામની વેબસાઇટ બનાવી છે, જે લોકોને ફ્રેન્ચાઇઝી ભાગીદારી માટે પૂછે છે. કંપનીએ કહ્યું કે તે તેમના દ્વારા સંચાલિત નથી અને કંપની આ વેબસાઇટ દ્વારા વેપાર કરતા લોકોની કોઈ જવાબદારી લેતી નથી. આ એક નકલી વેબસાઇટ છે.
રીઅલમી ઇન્ડિયાના સીઈઓ માધવ શેઠે ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા નિવેદનમાં કહ્યું, ‘અમને જાણીને આઘાત લાગ્યો અને લોકો અમારા નામે નકલી વેબસાઇટ્સ બનાવી રહ્યા છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું કહેવા માંગુ છું કે, અમારી પાસે ફક્ત એક જ સત્તાવાર વેબસાઇટ www.realme.com છે અને અમે અમારા વપરાશકર્તાઓ અને વ્યવસાયિક ભાગીદારોને વિનંતી કરીએ છીએ કે અમારા નામે બનાવટી નામવાળી અન્ય વેબસાઇટ્સથી દૂર રહે.’