12 C
Ahmedabad
Friday, January 28, 2022

ઇરાકમાં થયો ભીષણ વિસ્ફોટ, 11 લોકોના ઘટનાસ્થળે જ મોત

Must read

ઇરાકમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 11 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી છે. આ પહેલા મંગળવારે ઇરાકના દક્ષિણી શહેર બસરામાં જબરદસ્ત વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં ચાર લોકો માર્યા ગયા હતા.

આ અંગે ઈરાકી સેનાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ એક મોટરસાઈકલમાં બોમ્બ મુક્યો હતો. જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા દેખાઇ રહ્યાં છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના રિપોર્ટમાં માહિતી આપી કે બસરા શહેરમાં થયેલા વિસ્ફોટમાં 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સેનાએ જણાવ્યું કે વિસ્ફોટ શહેરના કેન્દ્રમાં અલ-જુમહૌરી હોસ્પિટલની સામે થયો હતો. વિસ્ફોટ પછી તરત જ સ્થળને ઘેરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ફોરેન્સિક ટીમ આ વિસ્ફોટ પાછળના કારણની તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી હતી. બસરાના ગવર્નર અસદ અલ-ઈદાનીએ કહ્યું કે આ વિસ્ફોટમાં ઈસ્લામિક સ્ટેટ સામેલ છે.

 

 

 

 

- Advertisement -

More articles

- Advertisement -

Latest article