ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે જેને લઇ તમામ રાજ્કીય પાર્ટીઓ પણ એકશનમોડમાં જોવા મળી રહી છે. ચૂંટણીટાણે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નવી-નવી પાર્ટીઓનો આગમન થઇ રહ્યો છે તે વચ્ચે ગુજરાતના પૂર્વ IPS અને એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ ડી જી વણઝારા પોતાની નવી પાર્ટી જાહેર કરી છે જેમાં કે પાર્ટીનું નામ પ્રજા વિજય પક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે
આં અંગે ડી જી વણઝારાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ભાજપનુ જે વિકલ્પ કોંગ્રેસ બની શક્યો હોત તો છેલ્લા 27 વર્ષથી એક હથ્થુ શાસન ન હોત અને હવે એક નવુ પક્ષ પણ આવ્યો છે આમ આદમી પાર્ટી એ પણ ભાજપનું વિકલ્પ બની શકે નહી ગુજરાતની જનતા ગુજરાતના લોકો ભાજપનું વિકલ્પ ઇચ્છી છીએ પ્રજા વિજય પક્ષ એક હિન્દુત્વાદી પક્ષ છે આ હિન્દુત્વવાદી પક્ષ ભાજપનું રાજ્કીય વિકસ્પ બની આપની સમક્ષ એની જાહેરાત કરવામાં આવી
ડી જી વણઝારા કહ્યુ કે ડી જી વણઝારા ટિકિટ કરતા મોટો વ્યકિતત્વ છે ડી જી વણઝારા કોઇ ટિકિટની પાછળ નથી અને ડી જી વણઝારા કોઇ ટિકિટ માટે લાઇનમાં ઉભો રહે એવો વ્યકિત નથી ડી જી વણઝારા જયાથી ઉભો થાય છે ત્યાંથી લાઇન શરૂ થાય છે માંગવુ એ મારો સ્વભાવ નથી ડી જી વણઝારાએ આપનારો છે.
જેમાં તેમણે ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા કહ્યુ કે
૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં સંતોને ચૂંટણી લડાવવા માટે “પ્રજા વિજય પક્ષ” કટિબદ્ધ છે. જેને ગુજરાતના સંતોના આશીર્વાદ પ્રાપ્ત છે. પ્રજા વિજય પક્ષ ધીમી પણ મક્કમ ગતિ એ રાજ્યના ચૂંટણી મેદાનમાં આવી ગયો છે. જે જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની પુનઃ સ્થાપના કરી લોકોને નવો રાજકીય વિકલ્પ પૂરો પાડશે.