કોડીનાર તાલુકાના આદપોકlર ગામે વિશાળકાય અજગર પકડાયો..જંગલખાતા દ્વારા એ રેશક્યું કરી જંગલ માં છોડ્યો.

0
47

કોડીનાર તાલુકા ના આદપોકાર ગામે એક વાડી ની પાણી ની પાઇપ લાઈન માં ઘૂસેલા વિશાળકાય અજગર નું જંગલ ખાતા એ રેશ્ક્યું કરી તેને જંગલ મંl છોડી દીધો હતો. આ બનાવ ની વિગત એવી છે કે કોડીનાર તાલુકા ના આદપોકાર ગામ નાં અરસીભાઈ મોરી નામ ના ખેડૂત ની વાડી ગામ ના પાદરા જ આવેલી છે આજે તેઓ એ મોલાત ને પિયત કરવા મોટર ચાલુ કરી તો પાણી પાઇપ માં નહિ આવતા તપાસ કરી તો મોટર ના પાઇપ માં કંઇક અજુગતું જણાયું હતું.

બરાબર તપાસ કરી તો અજગર હોવાનું લાગ્યું..!! આ બાબતે જામવાળા જંગલ ખાતા ના આર.એફ.ઓ.શ્રીવાસ્તવ ને જાણ કરી હતી.બાદ જંગલખાતા ની ગાડી ના ડ્રાઈવર પાંજરા સાથે આદપોકાર ગામે પહોંચ્યા હતા જ્યાં વાડી માલિક અરસીભાઈ મોરી ….આદપોકાર જમનવાડા જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ વિજયભાઈ ચાવડા…

સહિત ગામ ના અન્ય લોકો પણ આ રેશકયું નાં જોડાય હતા.ભારે જહેમત બાદ પાઇપ માં થી ૧૮ થી ૨૦ નો વિશાળ કાય અજગર બહાર કાઢવા માં આવ્યો હતો જેનું વજન પણ એટલું હતું કે સાત લોકો એ આ અજગર ને ઊંચક્યો ત્યારે પાંજરા માં મૂકયો હતો.બાદ જંગજ ખાતાં દ્વારા જામવાળા લઈ જવાયેલ.