કોંગ્રેસમાં ચૂંટણીટાણે સર્જાયો રાજ્કીય ભૂકંપ નેતાઓ સહિત કાર્યકરોએ આપ્યું રાજીનામૂું

0
79

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના વ્યુગલ વાગી ચુક્યા છે અને તમામ રાજ્કીય પાર્ટીઓ પણ ઉમેદાવારોની પંસદગી બુથ મેન્જમેન્ટ સુધીની તડામાર તૈયારીઓમાં પાર્ટીઓ જોતરાઇ ગયા છે અને તમામ પાર્ટીઓ દ્રારા ટિકિટની વહેંચણી કરવામાં આવી રહી છે જેમાં કેટલીક પાર્ટીઓમાં ટિકિટ વહેંચણીને લઇ વિખવાદ અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

 

ગુજરાતમાં કોંગ્રેસ 25 વર્ષનો વનવાસ પુરો કરવા માટે રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેશે ! – Revoi.in

તે વચ્ચે કોગ્રેસમાં આયા રામ ગયા રામ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. કચ્છ તેમજ ઝાલોદ સહિત કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ જોવા મળી રહી છે.કચ્છના ભુજ માંથી નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા રાજીનામું આપી દેતા ભારે રાજકારણ ગરમાયું છે. રાજેન્દ્રજાડેજાએ પ્રબળ દાવેદાર મનાતા હતા જોકે ટિકિટ વહેંચણી કયાંકને કયાક ડખો સર્જાતા તેમણે પાર્ટી અન્યાય કરતી હોવાના આરોપ સાથે રાજીનામું ધરી દીધો છે. તો બીજી તરફ ઝાલોદમાં પણ કોંગ્રેસમાં ભંગાણ પડ્યો છે.ઝાલોદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યુ છે કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 2000થી વધુ કાર્યકરોએ રાજીનામું ધરી દીધો છે. જોકે છેલ્લા 2 ટર્મથી ઝાલોદની બેઠક કોંગ્રેસની કબ્જામાં રહી છે પરંતુ આવખતે એકસાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરો રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યું છે જેમાં કેટલાક કાર્યકરોએ રૂપિયા લઇને ટિકિટ આપ્યુ હોવાનું પણ આરોપ લગાવ્યા છે