દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેણાંક બિલ્ડિંગ આગ લાગતા મચી નાસભાગ જોકે સદનસીબે કોઇ જાનહાનિ નહી

0
64

દિલ્હીના રોહિણીના બુધ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડિંગમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી જેને લઇ સમ્રગ વિસ્તાર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો આગના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા બિલ્ડિંગમાં જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે બિલ્ડિંગમાં રહેતા લોકોની સમયસૂચકતાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી ઘટનાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ થતા ફાયરફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ એટલી ભયાનક હતી કે તેને કાબુમાં લેવા માટે આઠ ફાયર બિગ્રેડને ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

ફાયરવિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર રોહિણીના બુધ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બે માળની બિલ્ડીંગમાં આગ લાગી હોવાની કોલ ફાયરવિભાગને મળ્યો હતો બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર લગભગ સંપૂર્ણ રીતે આગની લપેટમાં આવી ગયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે હાજર આઠ વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અને આગમાં ઘરવખરી સમાના બળીને ખાખ થઇ ગયુ હતું