ભારતની તાકાતમાં વધારો 700 કિમી ક્ષમતા ધરાવતી અગ્નિ -1 બેલાસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ

ભારતમાં વિકસિત ઓછા અંતર પરમાણુ હથિયારને લઇ જવા સક્ષમ અગ્નિ -1 બેલાસ્ટિક મિસાઇલનું મંગળવારે ઓરિસ્સાના દરિયા કિનારે અાવેલ અબ્દુલ કલામ ટાપુ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.અગ્નિ -1 બેલાસ્ટિક મિસાઇલની માર્ક ક્ષમતા 700 કિ.મી. છે.

તાજેતરમાં 5000 કિલોમીટરથી વધુ અંતર સુધી લક્ષ્યાંકને લક્ષમાં રાખીને અગ્નિ -5 ની ઓરિસ્સાના કિનારાથી દૂર વ્હેલર ટાપુથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.

અેન્ટી બેલાસ્ટિક મિસાઇલ સિસ્ટમ્સ વિરુદ્ધ પણ કાર્ય કરવા સક્ષમ છે.પરમાણુ ક્ષમતા સાથે આ મિસાઇલની રેન્જમાં સંપૂર્ણ ચીન અને પાકિસ્તાન આવી જશે.રક્ષામંત્રી સિતારામને  અગ્નિ -5 ના સફળ પરીક્ષણો માટે ટ્વિટ કરી શુભેચ્છા પાઠવી.

અગ્નિ -5 અગ્નિ સીરીઝની મિસાઇલ છે જેને ડીઆરડીઓએ વિકસિત કરી છે.પૃથ્વી અને ધનુષ જેવા ઓછા અંતરથી માર કરવા સક્ષમ મિસાઇલો સિવાય ભારત પાસે  અગ્નિ -1, અગ્નિ -2 અને અગ્નિ -3 મિસાઇલો છે.આને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે.અગ્નિ -4 અને અગ્નિ -5 મિસાઇલોને ચીનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

 

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com