PNB કરતા પણ મોટું કૌભાંડ, બેંકોના કુલ 61,300 કરોડ ફસાયા

પંજાબ નેશનલ બેંકે જાહેર કર્યું કે તેમની સાથે અબજોપતિ જ્વેલર નીરવ મોદીએ 11,300 કરોડ રુપિયાનું ફ્રોડ કર્યું છે ત્યારે ઘણા રોકાણકારોને ચિંતા સાથે ઝટકો લાગ્યો હતો.RBIના ડેટા મુજબ દેશની બધી પબ્લિક સેક્ટર બેંકમાં થયેલા ટોટલ લોન ફ્રોડનો આંકડો માર્ચ 2017 સુધી રુ. 61,300 કરોડ પહોંચી ગયો છે.

અેક પછી અેક કૌભાંડ ડુંગળીના પડની જેમ સામે અાવી રહ્યા છે ત્યારે અાંખો ફાટી જાય તેવા અાંકડાઓ સામે અાવી રહ્યા છે.  આ આંકડો વર્ષોથી ચાલી આવતી લોન આપવાની પ્રક્રિયામાં થતી ગેરરીતિને ઉજાગર કરે છે સાથે બેંકિંગ સેક્ટર માટે કમર તોડ ફટકો પણ છે.

RBIએ કહ્યું કે, ‘મોટાભાગના ફ્રોડમાં ક્રેડિટ અંડરરાઇટિંગ અને તેના સ્ટાન્ડર્ટ વચ્ચે મોટો ફરક છે.’ જેવા કે કંપનીને નાણાં ધીરતા પહેલા તેના કેશ ફ્લો, કેશ પ્રોફિટ્સ, ફંડનું ડાઇવર્ઝન, ડબલ ફાઇનાન્સિંગ અને જનરલ ક્રેડિટ ગવર્નન્સ ઇશ્યુ ઇન બેંક્સ જેવા દરેક મામલે ગેરરીતિ આચરાઈ છે. આ કારણે RBIએ દરેક બેંકને તેમની કેટલી બેક લોન છે તે સ્પષ્ટરુપે જણાવવા માટે દબાણ કર્યું છે. તો સાથે સાથે આવી લોનની રિકવરી પણ જલ્દીથી થાય તે માટે પગલા ભર્યા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com