સંસ્કારી નગરી વડોદારના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂથી ભરેલી ટ્રક ઝડપાઇ

0
44

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે તેમજ તમામ જિલ્લાઓની અને બીજા રાજ્યને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં પોલીસ તેમજ જુદી જુદી સુરક્ષા એજન્સી દ્રારા સઘન ચેંકિગ કરવામાં આવી રહ્યુ છે અને ગેરવહીવટી નાણાંકીય વ્યવહારો અને દારૂની રેલમછેલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેને લઇ જુદા જુદા જિલ્લાઓમાં PCB ,LCB સહિતની એજન્સીઓ પણ સક્રિયા જોવા મળી રહી છે સંસ્કારી નગરી વડોદરામાંથી ચૂટણીટાણે વિદેશી દારૂ પકડવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે

 

વડોદરાના વઘોડિયાના આંબલિયારા પાસે LCBની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ટ્રક ત્યારથી પસાર થઇ હતી જેના રોકી પોલીસ દ્રારા તલાશી લેતા વિદેશી દારૂનું જંગી જથ્થો મળી આવ્યો હતો જેમાં ટ્રકમાંથી 985 જેટલી દારૂની પેટી મળી હતી જેમાં આ દારૂનો જથ્થો રાજ્સ્થાનથી લાવ્યા હોવાની કબૂલાત ડ્રાઇવર અને કલીર્નસ દ્રારા કરાઇ છે પોલીસ હાલ બંને શખ્સની સઘન પૂછપરછ હાથધરી છે જેમાં દારૂનો જથ્થો કોને મોકલવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથધરી છે