આમ આદમી પાર્ટીએ માતરના નવા ઉમેદવાર સાથે 15મી યાદી જાહેર કરી.

0
36

વિધાનસભા ચૂંટણીમાં હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતીથી ગુજરાતમાં પોતાની જમીન શોધી ચૂંટણીના મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટીએ નવા પ્રકારની રાજનીતિની શરૂઆત કરી હતી. જે અનુસાર આમ આદમી પાર્ટીએ ચૂંટણીના મહિનાઓ અગાઉ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. કારણ કે આમ આદમી પાર્ટી માને છે કે ઉમેદવારો જેટલો વધુ સમય પોતાના વિધાનસભા ક્ષેત્રમાં રહેશે, એટલું જલ્દી તેઓ તે વિસ્તારના લોકો સાથે સારા સંબંધ કેળવી શકશે અને તે વિસ્તારની સમસ્યાઓને પણ જાણી શકશે. તો આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી ઉમેદવારોની 14 યાદી જાહેર કરી હતી અને આજે 15મી યાદી જાહેર કરવામાં આવે છે. નવી યાદીના ઉમેદવારોના નામ નીચે પ્રમાણે છે.

 

1 સિધ્ધપુર વિધાનસભાથી મહેન્દ્ર રાજપુતને ઉમેદવાર બનાવવામાં આવે છે.

2માતર વિધાનસભાથી લાલજી પરમારને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

3 ઉધના વિધાનસભાથી મહેન્દ્ર પાટીલને ઉમેદવાર બનાવવામાં આવે છે.

આમ આદમી પાર્ટી કહ્યુ કે  ગુજરાતમાં આવનારા પરિવર્તનમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે અને વિધાનસભા ચૂંટણી જીતીને પ્રજાની સમસ્યાઓનું સમાધાન લાવશે. આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ સમગ્ર ગુજરાતમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ અને એક ઐતિહાસિક ચૂંટણી હશે અને ચૂંટણીના દરેક પરિણામો આમ આદમી પાર્ટી તરફી હશે.