આમ આદમી પાર્ટીએ નવા નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી તરીકે રાજુ સોલંકીની કરી પસંદગી

0
42

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. આમ આદમી પાર્ટી પોતાના વરિષ્ઠ અને અનુભવી નેતાઓના માર્ગદર્શન હેઠળ દિવસને દિવસે આગળ વધી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ સોલંકીને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. રાજુભાઇ સોલંકી કોળી સમાજના ખૂબ મોટા નેતા છે. રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રજરાજ સોલંકી ગત મહિને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.

રાજુભાઈના અનુભવી નેતા હોવાના નાતે તેમને તેમની ક્ષમતા અનુસાર નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજુભાઈ કોળી સમાજની સાથે અન્ય તમામ સમાજનું પણ ધ્યાન રાખે છે અને સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લે છે. રાજુભાઈના પુત્ર પણ પિતાના પગલે ચાલીને રાજનીતિમાં આગળ વધવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજુભાઈએ 1000 થી વધુ અનાથ છોકરીઓના લગ્ન કરાવ્યા છે. તે વ્યસનમુક્તિ માટે પણ ઘણું કામ કરી રહ્યા છે, તે શિક્ષણ પર પણ ઘણું કામ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટી એક દેશભક્ત પાર્ટી છે. આમ આદમી પાર્ટીને લોકો અત્યારે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે અપનાવી રહ્યા છે. જે પણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે તેમને તેમની ક્ષમતા અનુસાર કાર્ય સોંપવામાં આવે છે.